સોનાના સરેરાશ દૈનિક ટર્નઓવરમાં તીવ્ર વધારો

June 30, 2020

કોલકાતા:મલ્ટિ કોમોડિટી એક્સ્ચેન્જ પર સોનાનું સરેરાશ દૈનિક ટર્નઓવર જૂનમાં વધીને ₹8,268 કરોડ થયું છે, જે 2020ના સમગ્ર નાણાકીય વર્ષમાં ₹6,858 કરોડ હતું. લોકડાઉન પછી ઝવેરીઓની સાથે નાના રોકાણકારોની વધેલી સહભાગીતાના લીધે ટર્નઓવરમાં વધારો થયો છે. એમસીએક્સ પર બુલિયનના હેડ શિવાંશુ મહેતાએ જણાવ્યું હતું કે વિશ્વસ્તરે સોનાના વધી રહેલા ભાવના લીધે ઝવેરીઓ તેમનું હેજિંગ રિસ્ક વધારી રહ્યા છે. મહેતાએ જણાવ્યું હતું કે સોનાના ભાવમાં વધારો અને ઊંચી અસ્થિરતાના લીધે લોકડાઉનમાંથી રિકવર થઈ રહેલા ઝવેરીઓ સામે મોટો પડકાર સર્જાયો છે. એમસીએક્સ ગોલ્ડ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટમાં તેમના રિસ્ક મેનેજમેન્ટનો સ્તર વધ્યો છે. તેનું પ્રતિબિંબ ગોલ્ડ કોન્ટ્રાક્ટના ઊંચા એડીટી (એવરેજ ડેઇલી ટ્રેડિંગ)માં પડ્યું છે.

એમસીએક્સ બુલિયન પ્રાઇસિસને સ્થાનિક ભાવના માપદંડ તરીકે જોવામાં આવી રહ્યો છે અને તેનો ઉપયોગ તેમના ટ્રાન્ઝેક્શન માટે સમગ્ર વેલ્યૂ ચેઇન પ્રાઇસિંગ માટે થાય છે.
એમસીએક્સ પરના હેજર્સમાં આયાતકારો, બુલિયન ટ્રેડરો અને ઝવેરીઓનો સમાવેશ થાય છે. તેમાં નાના-મોટા વેપારીઓ પણ સામેલ છે.