એક નાની ભૂલ બનાવી શકે છે ટોમેટો ફ્લુનો શિકાર

May 28, 2022

ભારતના કેરળના કોલ્લમમાં ટોમેટો ફીવરનો કહેર સતત વધી રહ્યો છે. 5 વર્ષથી નાના બાળકો આ બીમારીનો ભોગ બની રહ્યા છે. જો કે કેટલાક ખાસ લક્ષણોના કારણે તેને ટોમેટો ફ્લૂ કે ટોમેટો ફીવરના નામે ઓળખવામાં આવી રહ્યો છે. તેને વધુ ફેલાતો અટકાવવાની કોશિશ કરાઈ રહી છે. 
હેલ્થ વિભાગે આ રોગથી બચવા માટે જાગરુકતા અભિયાન શરૂ કર્યું છે જેથી આ બીમારી વિકરાળ રૂપ ધારણ ન કરે. તો જાણો શું છે ટોમેટો ફીવર, શું છે તેના લક્ષણો અને કઈ વાતમાં સાવધાની રાખવાથી ફાયદો થશે.

શું છે ટોમેટો ફીવર
ટોમેટો ફીવર એક પ્રકારનો ફ્લૂ છે જે નાના બાળકો પર હુમલો કરે છે. તેના યોગ્ય કારણો જાણી શકાયા નથી. એક્સપર્ટ્સ તેને માટે ડેન્ગ્યૂ કે ચિકનગુનિયાને કારણ ગણાવી રહ્યા છે. આ રીતના ફ્લૂમાં બાળકોની સ્કીન પર લાલ ચકતા જોવા મળશે. ભલે આ બીમારી કેરળમાં કહેર વર્તાવી રહી હોય પણ અન્ય રાજયોમાં પણ લોકોએ એલર્ટ રહેવાની જરૂર છે.

ક્યારેય ન કરશો આવી ભૂલ
ટોમેટો ફ્લૂ એક સંક્રામક બીમારી છે જે અડવાથી ફલાઈ શકે છે. આ કારણે જો તમારી આસપાસ કોઈ સંક્રમિત છે તો તેનાથી અંતર બનાવીને રાખો તે જરૂરી છે. ખાસ કરીને બાળકોને ટોમેટો ફ્લૂના દર્દીથી દૂર રાખો. નહીં તો તમારી એક ભૂલ તમને નુકસાન કરાવશે.

ટોમેટો ફ્લૂના લક્ષણો

  • ફ્લૂથી સંક્રમિત બાળકોના શરીર પર લાલ ચકામા જોવા મળે છે. સામાન્ય રીતે તે લાલ રંગના હોય છે 
  • બાળકની સ્કીન પર બળતરા થાય છે અને ડિહાઈડ્રેશનની ફરિયાદ પણ રહે છે. 
  • બાળકોમાં વધારે તાવની ફરિયાદ, સાંધામાં સોજા, થાક લાગવો, પેટમાં કબજિયાત રહેવી, ઝાડા થવા, જીવ ગભરાવવો, ખાંસી, છીંક, નાક વહેવાની સમસ્યા રહે છે. કેરળના કેટલાક વિસ્તારોમાં આ વાયરસ જોવા મળ્યો છે અને સ્વાસ્થ્ય અધિકારીઓને ચેતવણી અપાઈ છે કે સંક્રમણને રોકવાના ઉપાયો નહીં શોધાય તો આ વાયરસ વધારે ફેલાઈ શકે છે.

બચવાના ઉપાયો
આ બીમારીથી બચવા માટે વધારે જાણકારી મળી રહી નથી અને કોઈ ખાસ સારવાર પણ નથી, સંક્રમણથી બચવા માટે આસપાસ સફાઈ રાખો અને શરીરમાં પાણીની અછત ન રહે તે પણ જુઓ. આ સિવાય અન્ય કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટરને બતાવો. બાળકોમાં સંક્રમણ જોવા મળે તો તેને ખંજવાળો નહીં. આ સિવાય સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી બચો અને સંક્રમણ સમયે આરામ કરો.