વુહાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ખાસ વિમાન આવતીકાલે ચીન રવાના થશે

January 30, 2020

નવી દિલ્હી : ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસને જોતા ભારત સરકાર વુહાન પ્રાંતમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ત્યાંથી ભારત લાવવાની તૈયારી કરી રહી છે, તે અનુંસાર બે ખાસ વિમાનને શુક્રવારે ચીન રવાના કરવામાં આવશે.

વુહાન  પ્રાંત કોરોના વાયરસથી સૌથી વધું પ્રભાવિત વિસ્તાર છે, આ વાયરસથી અત્યાર સુંધીમાં 170 લોકોનું  મોત થયું છે, અને 7711 લોકોને તેનો ચેપ લાગ્યો છે. આ વાયરસથી અત્યાર સુંધી દુનિયાનાં 17 દેશોમાં ફેલાઇ ચુક્યો છે.

વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા એસ .જયશંકરે ગુરૂવારે જાણકારી આપતા કહ્યું કે ચીનનાં હુબેઇ પ્રાંતથી 600 ભારતીયો સાથે અમારો સંપર્ક થયો છે, તે લોકો સ્વદેશ આવવા માંગે છે, અને બિજીંગમાં અમારૂ દુતાવાસ 24 કલાક તેમને પરત લાવવાનાં પ્રયાસો કરી રહ્યું છે.

દુતાવાસે કહ્યું કે પહેલી ઉડાન તે ભારતીય નાગરિકોને લાવશે જે વુહાન અને તેની આસપાસમાં રહે છે, તેમણે પણ પરત ફરવાની ઇચ્છા વ્યક્ત  કરી છે, ત્યારબાદ વધુ એક ઉડાન રવાના થશે, જે તે હુબેઇ પ્રાંતનાં અન્ય વિસ્તારોમાં રહેતા લોકોને લાવશે.

ચીનનાં નેશનલ હેલ્થ કમિશને ગુરૂવારે કહ્યું કે 31 પ્રાતીય સ્તરનાં વિસ્તારો અને ઝિજીંયાંગમાં કોરોના વાયરસનાં  કારણે નિમોનિયાનાં 7,711 કેસ નોંધાયા છે.