ઈરાનના સુપ્રીમ લીડરના સમર્થક, આરોપી મતારે સલમાન રશ્દી પર કર્યો હુમલો

August 13, 2022

અમેરિકાના ન્યુયોર્કમાં એક ઈવેન્ટ દરમિયાન ચાકુથી હુમલો થયા બાદ સલમાન રશ્દીની હાલત હજુ પણ નાજુક છે. રશ્દીના નજીકના સહયોગીઓએ જણાવ્યું હતું કે, હુમલામાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તે એક આંખ ગુમાવી શકે છે. દરમિયાન, પોલીસે રશ્દી પર હુમલો કરનાર વ્યક્તિની ઓળખ જાહેર કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે, હુમલાખોર હાદી મતાર છે, જે ન્યુજર્સીનો રહેવાસી છે. તેની ઉંમર માત્ર 24 વર્ષની છે.

ન્યૂયોર્ક પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરને રશ્દીના કાર્યક્રમમાં હાજર લોકોએ પકડી લીધો હતો. આ કથિત હુમલાખોરને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. દરમિયાન હાદી મતાર અંગેના ખુલાસા મુજબ હુમલાખોર પાસે પ્રોગ્રામ પાસ હતો. તે સત્તાવાર રીતે ન્યૂયોર્કના મેનહેટનમાં ફેરવ્યૂ નજીક રહેતો હતો.