સાઉથ આફ્રિકાના વેન્ડા ટાઉનમાં ભરૂચનો યુવક લૂંટાયો

September 16, 2020

વેન્ડા ટાઉન : છેલ્લા કેટલાક દિવસોથી મુળ ભારતીયો સાઉથ આફ્રીકામાં રોજીરોટી અર્થે વસવાટ કરી રહ્યા છે તેમની પર હુમલા અને લૂંટના બનાવો વધી રહ્યા છે. જે અંગે મુળ ભારતીય એવા અને સાઉથ આફ્રીકામાં વસવાટ કરતા લોકોના જાન-માલની હિફાઝત કરવા અંગે આવેદનપત્ર અબ્દુલ કામઠીની આગેવાનીમાં કલેક્ટરને અપાયુ હતુ. તેમ છતાં આજે પણ દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પર થતા હુમલાનો સિલસિલો યથાવત રહ્યો છે. આફ્રિકાના વેન્ડા ટાઉનમાં છેલ્લા 24 કલાકમાં લૂંટની બે ઘટનાઓ બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મૂળ મુંબઈના વ્યક્તિ અને ભરૂચના શેરપુરાના વ્યક્તિને બંદૂકની અણીએ લૂંટી લેવાયા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે સાઉથ આફ્રિકામાં મૂળ ભારતીયો સાથે સતત બનતી લૂંટની ઘટનાઓ હાલ ચિંતાનો વિષય બન્યો છે. આફ્રિકાના વેન્ડા ટાઉનમાં ગત 24 કલાકમાં લૂંટની બે ઘટના બની હોવાની માહિતી સામે આવી રહ્યા છે. આફ્રિકામાં નિગ્રો લૂંટારુંઓનો ખુબ જ ત્રાસ છે અને તેઓ અવાર નવાર ભારતીયોને પોતાના નિશાન બનાવી રહ્યા છે. વેન્ડા ટાઉનમાં બનેલી આ ઘટના વિશે વાત કરીએ તો ત્યાં એક સ્ટોરમાં કામ કરતા મૂળ મુંબઈના શખ્સને બંદૂકની અણીએ લૂંટ કરી હતી.

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો અન્ય એક ઘટનામાં વેન્ડા નજીક રસ્તામાં મૂળ ગુજરાતી એવા અને ભરૂચના શેરપુરા ગામના વ્યક્તિ સાથે લૂંટ થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એક બાદ એક નિગ્રો લૂંટારુઓના નિશાને મૂળ ભારતીયો આવતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.