દિલ્હી વિધાનસભામાં ‘આપ’ની આંધી ફરી વળશે : ઓપિનિયન પૉલ

February 04, 2020

નવી દિલ્હી : આઠમી ફેબ્રુઆરીએ થનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલના આપ પક્ષનું વાવાઝોડું ફરી વળશે એવું એક સર્વેક્ષણમાં જણાવાયું હતું.

ટાઇમ્સ નાઉ અને આઇપીએસઓએસ દ્વારા કરાયેલા ઓપિનિયન પૉલમાં એવો વર્તારો કરાયો હતો કે 2015નું પુનરાવર્તન થશે એટલે કે અરવિંદ કેજરીવાલનો આપ પક્ષ જંગી બહુમતી સાથે ચૂંટાઇ આવશે.

આ સર્વેમાં એક વાત સ્પષ્ટ થઇ હતી કે મુખ્ય મુકાબલો આપ અને ભાજપ વચ્ચેજ છે. કોંગ્રેસ આ જંગમાં ક્યાંય નજરે પડતો નથી. પ્રચાર સભાઓમાં પણ કોંગ્રેસના કોઇ વરિષ્ઠ નેતા રસ લેતા નથી. બીજી બાજુ ભાજપે પોતાના ટોચના નેતાઓને આ જંગમાં ઊતાર્યા હતા.

આપનો આત્મવિશ્વાસ જબરદસ્ત નજરે પડતો હતો. અરવિંદ કેજરીવાલ પોતે પણ સવારથી રાત સુધી પ્રચાર સભાઓ ગજાવતા હતા. ભાજપના સીએએ અને એનઆરસી વિરોધી હાલ જે વાતાવરણ દેશભરમાં પ્રવર્તી રહ્યું છે એનો લાભ આપ બરાબર લઇ રહ્યો હતો.