AAP નું ફોકસ સૌરાષ્ટ્ર પર, જાણો કયા આધારે નક્કી કર્યા ચાર ઉમેદવાર
August 02, 2022

રાજકોટ: આમ આદમી પાર્ટીએ આજે ગુજરાત વિધાનસભા 2022 ની 10 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની 10 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારો આમ આદમી પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રથમ યાદીમાં સૌરાષ્ટ્રમાંથી ચાર નામોની યાદી જાહેર કરવામાં આવી છે.
આપ દ્વારા રાજકોટ ગ્રામ્ય બેઠક પર વશરામ સાગઠિયા, રાજકોટ દક્ષિણ બેઠક પર શિવલાલ બારસિયા, સોમનાથ બેઠક પર જગમાલ વાળા અને ગારિયાધાર બેઠક પર સુધીર વાઘાણીનું નામ જાહેર કરવામાં આવ્યુ છે. આમ આદમી પાર્ટીની પ્રથમ યાદીને લઇને રાષ્ટ્રીય ઉપાધ્યાક્ષ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આવકારી હતી. રાજ્યગુરૂએ કહ્યું હતું કે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ બંન્ને યાદી જાહેર કરવા એકબીજાની રાહ જોતા હતા. પરંતુ આમ આદમી પાર્ટીએ પહેલા જ નામ જાહેર કરીને નવી રાજનિતીની શરૂઆત કરી છે. રાજ્યગુરૂએ વધુમાં કહ્યું હતું કે આપ દ્વારા જે નામ જાહેર કરવામાં આવ્યા છે તેમાં જાતિગત રાજકારણ કે બહુમતી નહિ પરંતુ જે લોકો પોતાના ક્ષેત્રમાં આગળ છે, સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા છે તેવા લોકોનો પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ તરફ રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર શિવલાલ બારસિયાએ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો આભાર માન્યો હતો.
શિવલાલ બારસિયાએ કહ્યું હતું કે રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકમાં મધ્યમવર્ગીય પરિવાર રહે છે. આપની સરકાર આવશે તો આ વિસ્તારના લોકોને દિલ્લીની જેમ ફ્રી વીજળી, રોજગારી, સારુ શિક્ષણ, આરોગ્ય સહિતના લાભો મળશે. આ વિસ્તાર ભાજપનો ગઢ હોવાના સવાલ અંગે શિવલાલ બારસિયાએ કહ્યું હતુ કે અમે કોઇએ ન કરેલા કામો નહિ પરંતુ અમે શું કરવાના છીએ આ મુદ્દે લોકોની વચ્ચે જશું.
Related Articles
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 565 કેસ, ત્રણ મોત
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 565 કેસ...
Aug 13, 2022
ગાયની અડફેટે ચઢેલા નીતિન કાકા તિરંગાને સાચવીને હીરો બની ગયા
ગાયની અડફેટે ચઢેલા નીતિન કાકા તિરંગાને સ...
Aug 13, 2022
મોદી સૌથી મોટા જાદુગર, ગુજરાતમાં કેજરીવાલની રાજનીતિનો જાદુ નહીં ચાલે'-રામદાસ અઠવાલે
મોદી સૌથી મોટા જાદુગર, ગુજરાતમાં કેજરીવા...
Aug 13, 2022
PM મોદીના માતા હીરાબા પણ 'હર ઘર તિરંગા અભિયાન'માં જોડાયા, બાળકો સાથે લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ
PM મોદીના માતા હીરાબા પણ 'હર ઘર તિરંગા અ...
Aug 13, 2022
નીતિન પટેલને ગાયે અડફેટે લીધા:કડીમાં તિરંગા રેલી દરમિયાન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રીને ગાયે અડફેટે લેતાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા
નીતિન પટેલને ગાયે અડફેટે લીધા:કડીમાં તિર...
Aug 13, 2022
ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર: હાથમતી જળાશયમાં 8,400 ક્યુસેક પાણીની આવક
ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર: હાથમતી જળાશયમા...
Aug 13, 2022
Trending NEWS

13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022
.jpeg)
13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022