અમિતાભ બચ્ચનના ખરાબ સ્વાસ્થ્યની વાતને અભિષેકે નકારી કાઢી

October 29, 2020

મુંબઈઃ અભિનેતા અભિષેક બચ્ચને પિતા અમિતાભ બચ્ચનના ખરાબ સ્વાસ્થયની વાતને નકારી કાઢી હતી. વાસ્તવમાં અમિતાભ બચ્ચનને ઇજા થતા તે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયાની વાત ચર્ચાતી હતી. મારા પિતા અમિતાભ મારી સામે જ બેઠા છે, તેમના ખરાબ સ્વાસ્થય વિશેની વાત પાયાવિહોણી છે. કદાચ તેમનો ડુપ્લિકેટ સારવાર હેઠળ હશે તેથી અફવા ફેલાઇ હશે. રિપોર્ટના અનુસાર અમિતાભ શનિવારથી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હોવાની વાત હતી. તેથી તેમના ચાહકો મુંઝવણમાં મુકાયા હતા કે બચ્ચન પરિવાર તરફથી સત્તાવાર સ્ટેટમેન્ટ કેમ બહાર પાડવામાં આવ્યું નથી. પરિણામે અમિભેક બચ્ચને સોશિયલ મીડિયાના એક પોર્ટલને  જણાવ્યું હતું કે, અમિતાભ હોસ્પટલમાં છેલ્લે કોવિડ ૧૯ના સપાટામાં આવ્યા હતા ત્યારે દાખલ થયા હતા અને તેઓ ૨૦ દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. એ પછી તેઓ કામ પર લાગી ગયા છે.