અબોવાથ ગ્રુપ દ્વારા સ્કારબોરો જનરલ હોસ્પિટલને $ 55000નું દાન અપાયું

April 30, 2022

સ્કારબોરો: અબોવાથ ગ્રુપે અલ્ટ્રાસાઉન્ડ મશીનની ખરીદી માટે સ્કારબોરો જનરલ હોસ્પિટલને $ 55000નું દાન આપ્યું છે. આ અંગે સંગઠને જણાવ્યું હતુ કે, અમારો વ્યવસાયનો સિદ્ધાંત દરેક ડૉલરનો એક ભાગ જરૂરિયાતમંદોને દાનમાં આપવાનો છે. સ્કારબોરોના વતની તરીકે, અમે માનીએ છીએ કે, સંગઠને રકમ એકત્ર કર્યા પછી સમુદાયને તે પાછા આપવાની અમારી નૈતિક જવાબદારી છે. અબોવાથ ગ્રૂપ દરેક ટ્રાન્ઝેક્શનનો એક હિસ્સો સ્કારબોરો હોસ્પિટલ અને માંદા બાળકો માટે કામ કરતી સ્થાનિક સખાવતી સંસ્થાઓને આપીને આનંદની લાગણી અનુભવે છે. તમારા સતત સમર્થન અને વિશ્વાસને કારણે અમે આ ભેટોને વાસ્તવિકતામાં લાવવા સક્ષમ છીએ. ડેપ્યુટી મેયર મિશેલ થોમ્પસનને અમારા કાર્ય માટે સતત સમર્થન આપ્યુ છે. આખરે અમારુ સંગઠન સ્કારબોરોની હોસ્પિટલ-સન ફાઉન્ડેશનને અલ્ટ્રાસાઉન્ડ મશીન ખરીદવા માટે $ 55000 દાન કરી શક્યુ છે. આ રકમ અમોએ SHN ફાઉન્ડેશનને આપી છે.