અકાલી દળનો આરોપ, પંજાબના ડીજીપીએ કહ્યુ હતુ કે, મોદીને પાઠ ભણાવીશું

January 26, 2022

ચંદીગઢ- પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે ચાલી રહેલા પ્રચારની વચ્ચે અકાલી દળના નેતા વિક્રમ મજીઠીયાએ કોંગ્રેસ પર આરોપોનો મારો ચલાવ્યો છે.

વિક્રમ મજિઠિયાએ કહ્યુ હતુ કે, કોગ્રેસ પાર્ટીએ બંધારણની અને ગણતંત્ર દિવસની મજાક ઉડાવી છે.તેમણે પૂર્વ ડીજીપી સિધ્ધાર્થ ચટ્ટોપાધ્યાય પર ગેંગસ્ટરો સાથે સબંધો હોવાનો આરોપ લગાવીને કહ્યુ હતુ કે, જે પોલીસ અધિકારી ગેંગસ્ટર સાથે સબંધ ધરાવતો હોય તે પીએમ મોદીની સુરક્ષાને પણ કોમ્પ્રોમાઈઝ કરી શકે છે. તેમણે કહ્યુ હતુ કે, ડીજીપીએ પીએમ મોદીના પંજાબ પ્રવાસ પહેલા જ એક ગેંગસ્ટરને કહ્યુ હતુ કે, અમે મોદીને પણ પાઠ ભણાવીશું.

ઉલ્લેખનીય છે કે, મજીઠીયા પંજાબમાં આગામી ચૂંટણી માટે અમતૃસર જિલ્લામાંથી અકાલીદળની બેઠક પરથી લડી રહ્યા છે. પીએમ મોદીની સુરક્ષામાં ચૂક થઈ ત્યારે સિધ્ધાર્થ ચટોપાધ્યાય પંજાબ પોલીસના કાર્યકારી વડા હતા. પંજાબ પોલીસ દ્વારા મજીઠીયા સામે કાર્યવાહી કરાવમાં આવી છે.ડ્રગ્સના મામલામાં થયેલી કાર્યવાહી સામે હાઈકોર્ટે વિક્રમ મજીઠીયાએ કરેલી અપીલ બાદ આગોતરા જામીનની અરજી કરવા માટે ત્રણ દિવસનો  સમય આપ્યો છે.