કોરોનાકાળમાં અદાણીએ દરરોજ 458 કરોડની કમાણી કરી, નેટવર્થમાં 1.52 લાખ કરોડનો વધારો
November 29, 2020
.jpg)
વડોદરા : અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ ચાલુ વર્ષે દરરોજની કમાણીની દૃષ્ટિએ દેશની સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી સહિત બિલ ગેટ્સને પાછળ કરી દીધા. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર 2020માં અદાણીની નેટવર્થમાં અત્યાર સુધી 183%નો વધારો હાંસલ કર્યો છે. જ્યારે અદાણી ગ્રૂપની કંપનીઓના શેર 552% સુધી ઉછળ્યા હતા. કુલ મિલાવીને અદાણી ગ્રૂપના શેરોમાં તેજી અને સારા ત્રિમાસિક પરિણામોને લીધે તે વર્ષની કમાણીની દૃષ્ટિએ શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યું છે.
ગૌતમ અદાણી વિશ્વની 41મી અને ભારતની બીજા ક્રમની સૌથી ધનિક વ્યક્તિ
બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર જાન્યુઆરીથી 28 નવેમ્બર સુધી અદાણીની નેટવર્થ 1.52 લાખ કરોડ રૂપિયા વધી હતી. જે હવે વધીને 2.35 લાખ કરોડ રૂપિયા થઈ છે. આ દૃષ્ટિએ અદાણીએ દરરોજ 458 કરોડ રૂપિયાની કમાણી કરી. ગૌતમ અદાણી દુનિયાની 41મી અને ભારતની બીજા નંબરની સૌથી ધનિક વ્યક્તિ છે. દેશની સૌથી ધનિક વ્યક્તિમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણી છે . અંબાણીની નેટવર્થ 5.44 લાખ કરોડ રૂપિયા છે. 2020માં અંબાણીની નેટવર્થ 1.10 લાખ કરોડ રૂપિયા વધી. જ્યારે દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસ છે જેમની નેટવર્થ 13.82 લાખ કરોડ રૂપિયા છે.
ગ્રૂપની કંપનીઓનું માર્કેટકેપ
ઘરેલુ શેરબજારમાં અદાણી ગ્રૂપની કુલ છ કંપનીઓ લિસ્ટેડ છે. તેમાં સૌથી પહેલા અદાણી એન્ટરપ્રાઈઝનું લિસ્ટિંગ 1994માં થયું હતું. બાદમાં અન્ય કંપનીઓને ડીમર્જ કરાઈ. એટલે કે અદાણી એન્ટરપ્રાઈઝથી અલગ અનેક કંપનીઓનું શેરબજારમાં લિસ્ટિંગ થયું. ગ્રૂપની છ કંપનીઓમાંથી અદાણી ગ્રીન એનર્જીનું માર્કેટકેપ સૌથી વધુ 1.75 લાખ કરોડ રૂપિયા છે. જાન્યુઆરીથી અત્યાર સુધી કંપનીના શેરોએ રોકાણકારોને 552% રિટર્ન આપ્યું છે. બીએસઈમાં 28 નવેમ્બરના ડેટા અનુસાર ગ્રૂપની કુલ કંપનીઓનું કુલ માર્કેટકેપ 3.97 લાખ કરોડ રૂપિયા રહ્યું. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટકેપ 174.14 લાખ કરોડ રૂપિયા રહ્યું. તેમાં અદાણી ગ્રૂપની કંપનીઓની કુલ માર્કેટની ભાગીદારી 2.27% છે.
બીજા ત્રિમાસિક ગાળામાં રેવન્યૂ 25 હજાર કરોડ
ચાલુ નાણાકીય વર્ષ(2020-21)ના બીજા ત્રિમાસિક(જુલાઈ-સપ્ટેમ્બર) ગાળામાં અદાણી ગ્રૂપની કુલ રેવન્યૂ 25 હજાર કરોડ રૂપિયા રહી. અદાણી ગ્રૂપની કુલ રેવન્યૂમાં અદાણી એન્ટરપ્રાઈઝની ભાગીદારી 37.25%, અદાણી પાવરની ભાગીદારી 35.17% રહી. અદાણી પોર્ટ્સની ભાગીદારી 13.69% રહી. ઉપરાંત અદાણી ગેસની ભાગીદારી 1.76% અને અદાણી ગ્રીન એનર્જીની ભાગીદારી 2.87% રહી. અદાણી ટ્રાન્સમિશનની ભાગીદારી પણ 9.22% રહી.
Related Articles
કોરોના દેશમાં:4 મહીના પહેલા 10.17 લાખ એક્ટિવ કેસ હતા, હવે ફ્ક્ત 1.94 લાખ કેસ બચ્યા
કોરોના દેશમાં:4 મહીના પહેલા 10.17 લાખ એક...
Jan 20, 2021
સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું-રેલી વિરુદ્ધ અરજી પાછી લો, પોલીસને નક્કી કરવા દો
સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું-રેલી વિરુદ...
Jan 20, 2021
મોદીએ UPના 6.1 લાખ લોકો માટે રૂ. 2,691 કરોડ સહાયની જાહેરાત કરી
મોદીએ UPના 6.1 લાખ લોકો માટે રૂ. 2,691 ક...
Jan 20, 2021
ભારતની સરહદમાં 600 ગામો વસાવવાનું ચીનનું ખતરનાક ષડયંત્ર, શિવસેનાએ કેન્દ્રને ઠપકાર્યું
ભારતની સરહદમાં 600 ગામો વસાવવાનું ચીનનું...
Jan 20, 2021
સુરત બાદ હવે પશ્ચિમ બંગાળમાં ધ્રુજાવી દે તેવો અકસ્માત, 13 લોકોના કમકમાટીભર્યા મોત
સુરત બાદ હવે પશ્ચિમ બંગાળમાં ધ્રુજાવી દે...
Jan 20, 2021
ભારતનું વોટ્સએપ સામે કડક વલણ નવી પ્રાઇવસી પોલિસી રદ કરવા તાકીદ
ભારતનું વોટ્સએપ સામે કડક વલણ નવી પ્રાઇવસ...
Jan 20, 2021
Trending NEWS

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

19 January, 2021

19 January, 2021

19 January, 2021

19 January, 2021

19 January, 2021