અદાણી વૈશ્વિક ધનવાનોની યાદીમાં 7મા સ્થાને, મુકેશ અંબાણી ટોપ 10માંથી બહાર
May 14, 2022

આ વર્ષે આવકના મુદ્દે વિશ્વના ટોચના ધનવાનોને પાછળ મૂકી ચૂકેલા ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને એક પછી એક આંચકા લાગ્યા છે. કંપનીના શેરોમાં વીતેલા દિવસોમાં લાગેલી લોઅર સર્કિટે તેમની સંપત્તિને ઘટાડી દીધી છે. પરિણામે વિશ્વના ટોચના ધનપતિઓની યાદીમાં અદાણી પાંચમા સ્થાનેથી સાતમા સ્થાને સરકી ગયા છે. તેમની કંપનીની માર્કેટ કેપ પણ તૂટી છે.
એશિયાના સૌથી મોટા ધનવાન અને લાંબા સમયથી ધનવાનોની યાદીમાં દબદબો જાળવી ચૂકેલા અદાણી બુધવારે યાદીમાં છઠ્ઠા ક્રમે સરકી ગયા હતા અને શુક્રવારે પણ નેટવર્થ ઘટતાં હવે યાદીમાં સાતમા સ્થાને સરકી ગયા છે. બિલિયોનોર ઇન્ડેક્સ મુજબ તેમના નેટવર્થમાં વીતેલા 24 કલાકમાં 5.84 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે. નેટવર્થ ઘટીને 102 અબજ ડોલર થઈ ગયો છે. લેરી પેજ હવે તેમનું સ્થાન લઈને છઠ્ઠા સ્થાને પહોંચી ગયા છે.
વિશ્વના અન્ય ધનવાનોની વાત કરીએ તો એલન મસ્ક 215 અબજ ડોલરની નેટવર્થ સાથે ટોપ-10માં પહેલું સ્થાન જાળવી રહ્યા છે. જેફૂ બેજોસ 131 અબજ ડોલરની નેટવર્થ સાથે બીજા સ્થાને તો બર્નાર્ડ અર્નાલ્ટ 122 અબજ ડોલરની નેટવર્થ સાથે ત્રીજા સ્થાને છે. બિલ ગેટ્સ 117 અબજ ડોલરની નેટવર્થ સાથે ચોથા ક્રમે તો વોરેન બફેટ 112 અબજ ડોલરની નેટવર્થ સાથે પાંચમા સ્થાને છે.
લેરી પેજ 102 અબજ ડોલરની નેટવર્થ સાથે છઠ્ઠા સ્થાને આવી ગયા છે તો સગ્રેઇ બ્રિન 98.3 અબજ ડોલરની નેટવર્થ સાથે આઠમા સ્થાને છે. તે જ પ્રમાણે સ્ટિવ વાલ્મર 90.5 અબજ ડોલરની નેટવર્થ સાથે નવમા તો લેરી એલિસન 88 અબજ ડોલરની નેટવર્થ સાથે યાદીમાં 10મા સ્થાને છે. ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગની વાત કરો તો તેઓ યાદીમાં તેરમા સ્થાને પહોંચી ગયા છે.
Related Articles
પેંગોંગ લેક પર ગતિરોધ વચ્ચે ચીનની કંપનીને 39000 ટ્રેન વ્હીલ્સનો કોન્ટ્રાક્ટ
પેંગોંગ લેક પર ગતિરોધ વચ્ચે ચીનની કંપનીન...
May 22, 2022
NSE કેસમાં CBI દ્વારા ગુજરાત સહિત 10 સ્થળોએ દરોડા
NSE કેસમાં CBI દ્વારા ગુજરાત સહિત 10 સ્થ...
May 22, 2022
NSEમાં કો-લોકેશનના દુરૂપયોગ મામલે દિલ્હી, મુંબઈ અને કોલકાતા ખાતે અનેક બ્રોકર્સના ત્યાં દરોડા
NSEમાં કો-લોકેશનના દુરૂપયોગ મામલે દિલ્હી...
May 21, 2022
મોંઘા પેટ્રોલના મામલે ભારતનો વિશ્વમાં 42મો નંબર
મોંઘા પેટ્રોલના મામલે ભારતનો વિશ્વમાં 42...
May 21, 2022
ભારતીય શેરબજારની તેજી સાથે શરૂઆત, નિફ્ટી 16000ને પાર
ભારતીય શેરબજારની તેજી સાથે શરૂઆત, નિફ્ટી...
May 20, 2022
અસદુદ્દીન ઓવૈસીનો દાવો : જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ નહીં ફુવારો મળ્યો
અસદુદ્દીન ઓવૈસીનો દાવો : જ્ઞાનવાપી મસ્જિ...
May 17, 2022
Trending NEWS

22 May, 2022

21 May, 2022

21 May, 2022