તમારું વજન નિયંત્રિત કરવા આયુર્વેદિક માર્ગ અપનાવો: શા માટે હર્બલ જ્યૂસ સંપૂર્ણ તંદુરસ્તી માટે કાયમી ઉકેલ છે

November 22, 2021

છેલ્લા કેટલાક દાયકાઓમાં તંદુરસ્તી તરફની મુસાફરીમાં વજનને કાબુમાં રાખવું એ સૌથી મોટો મુખ્ય આધાર બની ગયું છે. વજન વધારે હોવું કે મેદસ્વિતાને ધ્યાનમાં રાખીને વજન નિયંત્રિત કરવાની જરૂરિયાત વધુ પ્રાસંગિક બની જાય છે, જે હૃદયની બીમારી, સ્ટ્રોક, ડાયાબિટિસ, હાઈ બ્લડ પ્રેશર, કેટલાક પ્રકારના કેન્સર અને માનસિક સમસ્યાઓ જેવા રોગોનું કારણ બની શકે છે. ક્વિનોઆથી લઈને કેટો સુધી, વજન ઘટાડે તેવું ડાયટ ઈચ્છતા લોકો કાયમી ઉકેલને શોધવા માટે ઘણા ઉપાયો અને ભૂલોમાંથી પસાર થઈ રહ્યા છે. શક્તિશાળી આયુર્વેદિક જડીબુટ્ટીઓ સાથે કાપિવાની વજન નિયંત્રિત કરવાનો ઉકેલ આપતી પ્રોડક્ટ્સ કદાચ તમારા માટે એવો આહાર બની શકે છે, જે ખૂટે છે અને મહત્વની બાબત છે. કાપિવા એક આધુનિક આયુર્વેદિક ન્યુટ્રિશન કંપની છે, અને આયુર્વેદિક નિષ્ણાતો, ન્યુટ્રિશનિસ્ટ્સ, ખાદ્ય વૈજ્ઞાનિકો અને ઉપભોક્તાઓ સાથે મળીને ટકાઉ ઉકેલોની શ્રેણી વિકસાવી રહી છે, જેથી તે વજનને નિયંત્રિત કરવા માટે સંપૂર્ણ ઉકેલો આપી શકે. બ્રાન્ડના વર્તમાન વેઈટ મેનેજમેન્ટ પોર્ટફોલિયોમાં એલોય ગાર્સિનિયા જ્યૂસ, ગેટ સ્લિમ જ્યૂસ અને મીલ રિપ્લેસમેન્ટ સ્લિમ શેક જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. અસરકારક પરિણામો માટે આ ઉત્પાદનોને પહેલેથી ચાલતા વજન ઘટાડવાના ઉપાયોની સાથે સરળતાથી સામેલ કરી શકાય છે. તંદુરસ્ત આહાર, નિયમિત વ્યાયામ અને કપિવાના પોષક ઉત્પાદનોના સ્માર્ટ સંયોજનને અપનાવીને તમારા વજનના લક્ષ્યો સુધી પહોચવું હવે સપનું નથી રહ્યું.

વેઈટ મેનેજમેન્ટ એક જીવનશૈલીનો ભાગ છે, જેને ઘણા ભારતીયોએ ગંભીરતાથી લેવાની જરૂર છે. ડબલ્યુએચઓના ગ્લોબલ ઓબેસિટી ઈન્ડેક્સ મુજબ ભારત હાલના સમયે ત્રીજા સ્થાને છે. સ્થૂળતાના વધતા દરને કારણે સ્ટ્રોક, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશ અને માનસિક સમસ્યા જેવી વિવિધ બીમારીઓ પણ વધે છે. એટલે, વેઈટ મેનેજમેન્ટએ તંદુરસ્ત જીવન અને જીવનશૈલીની સમસ્યાઓને દૂર રાખવા માટે મુખ્ય આધાર છે. તાજેતરના વલણો દર્શાવે છે કે, તેમની વેઈટ મેનેજમેન્ટ મુસાફરીમાં ઘણા લોકો ધૂની ડાયટ્સ, ઝડપી વજન ઘટાડવાના ઉપાયો અને વજન ઘટાડવાનો ઉત્પાદનો અપનાવી રહ્યા છે, જે ટૂંકા ગાળામાં આશ્ચર્યજનક પરિણામોનું વચન આપે છે, જે સલામત અને અસરકારક નથી. લોકોને તેમના વજનના લક્ષ્યોને સુરક્ષિત રીતે પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે કપિવાના ઉત્પાદનોની શ્રેણી ધ્યાનમાં લેવા જેવી છે.

બિનઆરોગ્યપ્રદ વજન ઘટાડવાના ઉપાયોને ના કહો અને આયુર્વેદને પસંદ કરો
જીવનશૈલીના બહુવિધ પરિબળો અને ટકાઉ જીવનશૈલીની આદતો અપનાવવામાં અસમર્થતાને કારણે પણ ઘણા લોકો ઝડપી વજન ઘટાડવાનો ઉપાયો અજમાવે છે. આમાના ઘણા ઝડપી વજન ઘટાડવાના પ્રોગ્રામ્સ કે જે દાવો કરે છે કે તેઓ લોકોને ટૂંકા ગાળામાં વજન ઘટાડવામાં મદદ કરી શકે છે, તે ટકાઉ, લાંબા ગાળાના વજન ઘટાડવા માટેના તંદુરસ્ત અને અસરકારક અભિગમ નથી. જે લોકો ભૂખ્યા રહેવા તરફ વળે છે તેમના શરીરમાં કેલેરીની મોટી ઉણપ સર્જા છે, જે વજન ઘટાડે તો છે, પરંતુ ચયાપચય ધીમું થવું, નબળી રોગપ્રતિકારક શક્તિ, નબળી ત્વચા, હાડકાં નબળા થવા અને પાચન સમસ્યાઓ જેવી વિવિધ મુશ્કેલીઓ ઊભી કરે છે. તેથી જ તંદુરસ્ત અને લાંબા ગાળાના વજન નિયંત્રણ ઉપાય શોધવો એ સમયની જરૂરિયાત છે. કપિવા તેના આયુર્વેદિક ઉત્પાદનોની વ્યાપક શ્રેણી દ્વારા એવું માળખું તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે સરળતાથી કોઈની સામાન્ય દિનચર્યામાં દાખલ થઈ શકે છે.

આયુર્વેદિક પ્રેક્ટિસનો 30 વર્ષનો અનુભવ ધરાવતા અને કપિવા એકેડમી ઓફ આયુર્વેદના સભ્ય ડો. આનંદ દ્વિવેદી કહે છે કે, “કપિવામાં વેઈટ મેનેજમેન્ટ પ્રોડક્ટ્સ બનાવવાનું મુખ્ય પરિબળ આયુર્વેદિક ઘટકોની પસંદગી કરવાનું હતું કે જે અસરકારક પરિણામો ધરાવે આપે છે અને જે સંશોધન દ્વારા સમર્થિત છે. એ મુજબ એલોય અને ગાર્સિનિયામાં વજનને નિયંત્રિત કરવામાં મદદ કરતા ગુણધર્મો છે. એલોવેરાની ચરબી બાળવાની ક્ષમતા વિટામિન બીની હાજરીને આભારી છે, જે શરીરમાં સંગ્રહિત ચરબીને ઊર્જામાં રૂપાંતરિત કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. ગાર્સિનિયામાં હાઈડ્રોક્સી સાઈટ્રિક એસિડ એટલે કે એચસીએ નામનું સંયોજન હોય છે, જે ભૂખને મારી નાખવાનું કામ કરે છે. તે કાર્બોહાઈડ્રેટ્સનું ચરબીમાં રૂપાંતર પણ ઘટાડે છે. એલોય અને ગાર્સિનિયાનું મિश्रણ એ અસરકારક સંયોજન છે, જેના પર કામ કરવામાં આવ્યું છે જેથી 'એલોય ગાર્સિનિયા જ્યૂસ'નું સરળતાથી સેવન કરી શકાય.” ડો. આનંદ ઉમેરે છે કે, આ ઉત્પાદનો બનાવતી વખતે કપિવા ટીમે વજનને નિયંત્રિત કરવા માટે લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી અને તે જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે પૂરી કરવા માટે જ્યૂસ અને પાડવર બનાવાયા છે.

વધુમાં વજનનમાં વધારો માનસિક સ્વાસ્થ્ય સાથે પણ નજીકથી જોડાયેલો છે. નબળું માનસિક સ્વાસ્થ્ય સ્થૂળતા-સંબંધિત વર્તણૂકોને અસર કરે છે જેમ કે શારીરિક પ્રવૃત્તિનું સ્તર. બીજી તરફ, વધુ વજન ધરાવતા પુખ્ત વયના લોકોમાં તેમના જીવન દરમિયાન માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાનું જોખમ વધારે હોય છે. આ જટિલ આંતરસંબંધ ઘણા લોકો માટે વજન નિયંત્રણને વધુ મુશ્કેલ બનાવે છે. મોટી સ્ક્રીન દ્વારા નિર્ધારિત સુંદરતાના અવાસ્તવિક ધોરણો વધુ વજન અથવા મેદસ્વી હોવાના દબાણમાં વધારો કરે છે, જે ઘણી વખત ખોટી રીતે ખોરાક લેવા તરફ દોરી જાય છે.