ઓન્ટેરિયોના પ્રિમિયરની સપ્ટેમ્બરમાં આઉટડોર લર્નીંગ શરૂ કરવા હિમાયત

July 26, 2020

  • સ્કુલ બોર્ડને ક્લાસરૂમ શરૂ કરી શકાય તે માટે ત્રિસ્તરીય યોજના તૈયાર સરકારની તાકીદ
ટોરોન્ટો- ઓન્ટેરિયોના પ્રીમિયર ડગ ફોર્ડ જણાવે છે કે, કોરોનાના વૈશ્વિક મહારોગચાળાને કારણે પુરો સમય શાળાએ ન જઇ શક્તા બાળકોને આઉટડોર લર્િંનગ સહિત ફરીથી શાળાએ જતાં કરવા શોધી કાઢવામાં આવતો કોઇ પણ માર્ગ એ મજાક નથી.
પ્રાંતીય સરકારે સ્કુલ બોર્ડને ક્લાસરૂમ શરૂ કરી શકાય તે માટે ત્રિસ્તરીય યોજના તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં ફક્ત ઓનલાઈન લર્નીગ જેવી હાઇબ્રીડ યોજનાની સાથે બાળક એકાંતરે અથવા સપ્તહાંતે શાળામાં હાજરી આપવા જેવાં વિકલ્પો પર વિચારી જોવાની સૂચના આપવામાં આવી છે. 
અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોઇપણ નવી યોજના સંબંધે નિર્ણય લેવામાં આવે તે પહેલાં કોવીડ-૧૯ એ સર્જેલા જોખમની સમીક્ષા કરવી જરૂરી છે. જો કે, ફોર્ડે બુધવારે તેની દૈનિક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, અમારી સરકારનો લક્ષ્યાંક એ છે કે, ઓછામાં ઓછા પ્રાથમિક કક્ષાના બાળકો પુરું એક સપ્તાહ સલામતી પૂર્વક શાળા એ જતાં થાય.
અલબત એ માટે રચનાત્મક ઉકેલની જરૂર છે.
ન્યુઝ ટોક ૧૦૧૦ તરફથી એક ઓપિનિયન પોલ યોજવામાં આવ્યો હતો. બુધવારે એ પોલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં ૬૪ ટકા કેનેડીયનો માને છે કે, વિદ્યાર્થીઓને હવે ક્લાસરૂમમાં ફરવાનો સમય આવી ગયો છે. ફોર્ડ આ પરિણામની ટીપ્પણી કરી રહ્યાં હતાં.
આ પરિણામમાં કોઇ નવતર ઉકેલ શોધી કાઢવાની લોકોની ઉત્સુકતા જોવા મળી હતી. દાખલા તરીકે ૭૩ ટકા લોકોએ સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે ફીઝીકલ ડીસટંન્સ જળવાઇ રહે એ માટે શટર મૂવી થીયટર્સનો ક્લાસ રૂમ્સ તરીકે ઉપયોગ કરવાના સૂચનને ટેકો આપ્યો હતો.
હૂં હંમેશા કહેતો આવ્યો છું કે, વેપાર અને રાજકારણમાં  વિચારો મજાક માટે નથી હોતાં. ફોર્ડે બુધવારે કહ્યું  હતું કે ચાલો આપણે નવા વિચારો કરીએ. આપણે બધાં સાથે છીએ અમે વાલીઓના સૂચનોની જરૂર છે.