47 રન પર આફ્રિકાની પહેલી વિકેટ પડી, લોર્ડ શાર્દૂલે મારક્રમને આઉટ કર્યો; જીતવા માટે 190+ રનની જરૂર

January 05, 2022

જોહાનિસબર્ગ : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગ ટેસ્ટના ત્રીજા દિવસની રમત રમાઈ રહી છે. જેની બીજી ઈનિંગમાં ઈન્ડિયન ટીમ 266 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. જેથી દ.આફ્રિકાને જીતવા માટે 240 રનનો ટાર્ગેટ મળ્યો છે. બીજી ઈનિંગમાં કગિસો રબાડા, માર્કો યાનસન અને લુંગી એન્ગિડીએ 3-3 વિકેટ લીધી છે.  

ત્રીજા દિવસે ઈન્ડિયન ટીમની શરૂઆત ઘણી સારી રહી હતી. ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેએ લગભગ 75 મિનિટ સુધી બેટિંગ કરી ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. પરંતુ ત્યારપછી 29 રન કરવામાં ઈન્ડિયન ટીમે 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન શાર્દૂલ ઠાકુર (28 રન), રવિચંદ્રન અશ્વિન (16 રન) અને હનુમા વિહારી (40* રન)એ ટીમ ઈન્ડિયાને 266 રનના સ્કોર સુધી પહોંચાડી હતી.