જજની સામે શ્રદ્ધાના હત્યારા આફતાબની કબૂલાત જે થયુ ગુસ્સામાં કર્યુ

November 22, 2022

દિલ્હીની સાકેત કોર્ટે શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબની પોલીસ કસ્ટડી ચાર દિવસ માટે વધારી દીધી છે. આફતાબની પોલીસ કસ્ટડી આજે પૂરી થવાની હતી. આફતાબને વિશેષ સુનાવણી હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આફતાબે જજની સામે કહ્યું કે જે પણ થયું તે હીટ ઓફ ધ મોમેન્ટ હતું. એટલે કે તેણે જે પણ કર્યું તે વિચાર્યા વગર ગુસ્સામાં કર્યું.

શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાની પોલીસ કસ્ટડી લંબાવવામાં આવી છે. સાકેત કોર્ટે તેની લિવ-ઇન-પાર્ટનર શ્રદ્ધાની હત્યા અને તેના શરીરના 35 ટુકડા કરી નાખવાના આરોપી આફતાબની પોલીસ કસ્ટડી વધુ ચાર દિવસ માટે લંબાવી હતી. કોર્ટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ સુનાવણી હાથ ધરી અને આ દરમિયાન આફતાબે જજને કહ્યું કે તેણે ગુસ્સામાં શ્રદ્ધાની હત્યા કરી છે. જણાવી દઈએ કે આફતાબની પોલીસ કસ્ટડી આજે સમાપ્ત થઈ રહી છે. આફતાબ અત્યાર સુધી 10 દિવસથી પોલીસ કસ્ટડીમાં છે અને હજુ 4 દિવસ સુધી રહેશે.

આફતાબે કોર્ટને કહ્યું કે તે તપાસમાં સહકાર આપી રહ્યો છે. તેણે મૃતદેહના ટુકડા ક્યાં ફેંક્યા તેની માહિતી આપી. આફતાબે કહ્યું કે તે બધું કહી દેશે, પરંતુ ઘટનાને લાંબો સમય થવાને કારણે તેને ઘણી બધી બાબતો યાદ નથી. આફતાબના વકીલના કહેવા પ્રમાણે, તેને બરાબર યાદ નથી કે તેણે આ કરવત ક્યાંથી ખરીદી હતી. આફતાબે એ તળાવનો નકશો પણ બનાવ્યો છે જ્યાં તેણે શ્રદ્ધાનું માથું ફેંક્યું હતું.