15 વર્ષ બાદ MCDમાંથી ભાજપ બહાર:AAP-132, BJP-104 સીટ જીતી; AAPએ બહુમતી મેળવી

December 07, 2022

નવી દિલ્હી  : AAPએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ભાજપ પાસેથી છીનવી લીધું છે. ભાજપ 15 વર્ષથી MCDમાં સત્તામાં હતો. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, 250 સીટમાં AAPને 132 જીતી છે. ભાજપે 104 સીટ જીતી છે, જ્યારે કોંગ્રેસે 9 સીટ જીતી છે. MCDમાં બહુમત માટે 126 સીટ જીતવી જરૂરી છે.

મનીષ સિસોદિયાના વિધાનસભા ક્ષેત્રમાં 4 બેઠક છે. ભાજપે 3 જીતી છે. પાર્ટીના ખાતામાં માત્ર એક સીટ ગઈ. બીજી તરફ જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનના વિધાનસભા ક્ષેત્રમાં 3 વોર્ડ છે. ત્રણેય બેઠક પર પાર્ટી ભાજપ સામે હારી ગઈ હતી. આ તરફ અરવિંદ કેજરીવાલના વોર્ડ નંબર 74 ચાંદની ચોકથી પાર્ટીના ઉમેદવાર પુનર્દીપ સિંહે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને હરાવ્યા હતા, જ્યારે AAPના ધારાસભ્ય અનાનતુલ્લાના વોર્ડ નંબર 189 ઝાકિર નગરમાંથી કોંગ્રેસે જીત મેળવી છે.

પહેલા જોઈએ કોને કેટલી સીટો મળી રહી

લીડ    પાર્ટી    જીત
2    આમ આદમી પીર્ટી    132
0    ભાજપ    104
0    કોંગ્રેસ    9
0    અપક્ષ    3
પ્રારંભિક વલણમાં ભાજપ અને AAP વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે. પ્રથમ બે કલાકમાં બંને પક્ષોની સીટોમાં 10થી 20 સીટોનો તફાવત હતો. ક્યારેક ભાજપ આગળ હોય તો ક્યારેક AAP આગળ, પરંતુ સવારે 10.30 વાગ્યા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ અને AAPએ ભાજપ પર લીડ મેળવી લીધી છે.

એક્ઝિટ પોલમાં AAPની જીત બાદ બુધવારે સવારથી જ પાર્ટી કાર્યાલય ધમધમવા લાગ્યું હતું. કાર્યાલયને પીળા અને વાદળી રંગના ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું છે. ગઈ વખતે એને સફેદ અને વાદળી રંગના ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું હતું. દિલ્હી કોર્પોરેશનના 250 વોર્ડ માટે 4 ડિસેમ્બરે મતદાન થયું હતું. AAPના કાર્યાલય પર ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે.

કોંગ્રેસનું કાર્યાલય સવારથી જ સૂમસામ રહ્યું છે. એના દરવાજા પર તાળું લગાવેલું જોવા મળ્યું છે.