27 વર્ષના લગ્નજીવન બાદ બિલ અને મેલિન્ડા ગેટ્સ અલગ થયા, કહ્યું, ‘યુગલ તરીકે લાગતું નથી કે વધુ આગળ વિકસિત થઈ શકીશું’

May 04, 2021

વોશિંગ્ટન : માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ અને તેમના પત્નીએ છૂટાછેડા લેવાની ઘોષણા કરી છે. આ સાથે બંનેના 27 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો છે. છૂટાછેડાની જાહેરાત કરતા બંનેએ કહ્યું હતું, ‘ખૂબ વિચાર કર્યા પછી અને અમારા સંબંધો પર ખૂબ કામ કર્યા પછી અમે નિર્ણય કર્યો છે કે અમારા લગ્નજીવનનો અંત લાવીએ.’

બિલ ગેટ્સ અને મેલિન્ડાની પ્રથમ મુલાકાત 1980ના દાયકામાં થઈ હતી. એ સમયે 1987માં મેલિન્ડા માઈક્રોસોફ્ટ ફર્મમાં જોડાયા હતા. આ યુગલને ત્રણ સંતાનો છે અને બંનેના નામથી એક સેવાભાવી સંસ્થા બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઈન્ડેશન પણ ચાલે છે. આ સંસ્થા દ્વારા ચેપી રોગો સામેની લડાઈ તથા બાળકોમાં રસીકરણ જેવા કાર્યો માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.