રાજકોટમાં એક સપ્તાહ બંધ રહ્યા બાદ સોની બજાર ખૂલ્યું: ૫૦ દિવસમાં કુલ ૪૦ સોનીનાં મોત
September 23, 2020

રાજકોટ: સૌરાષ્ટ્રનું સૌથી મોટું સોની બજાર એક સપ્તાહ બંધ રહ્યાં બાદ મંગળવારથી ખુલ્લી ગયું છે. કોરોના સંક્રમણને લઈને વેપારીઓ દ્વારા સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જે બાદ આજથી સોની બજાર ખુલ્લી ગયું છે. ગોલ્ડ ડિલર એસોસિયેશન અને જેમ્સ એન્ડ જવેલરી એસોસિયેશન દ્વારા સંયુક્ત નિર્ણય લેવામાં આવ્યો છે કે સવારે ૧૦થી સાંજે ૪ વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવામાં આવશે.
રાજકોટની સોની બજારમાં કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું હોય તેમ રોજ એક સોની અગ્રણીનું મોત નીપજી રહ્યું છે. રાજકોટ શહેરની સોની બજારમાં ૩૫ સોની વેપારી અને તેના પરિવારજનો મળીને છેલ્લા ૫૦ દિવસમાં કુલ ૪૦ લોકોના મોત નીપજ્યાં છે. કોરોના પર કાબૂ મેળવવા સોની બજારમાં સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. કોરોનાને કારણે ભાઈને ગુમાવનાર ગોલ્ડ ડિલર્સ એસો.ના પ્રમુખ ભાયાભાઈએ શહેરમાં વધતા સંક્રમણને અટકાવવા લોકડાઉનની માગ કરી હતી. સંક્રમણ વધવા પાછળ ગીચતા જવાબદાર. રાજકોટની સોની બજારમાં ૧૫૦૦થી વધુ નાની-મોટી જ્વેલરી શોપ આવેલી છે. જેમાં ૨૫ હજાર જેટલા બંગાળી કારીગરો કામ કરી રહ્યા છે. પરંતુ મોટાભાગના કારીગરો લોકડાઉન બાદ પોતાના વતન જતા રહ્યા છે. તેમજ આખી બજાર સાંકડી શેરીઓમાં આવેલી છે. જેને લઈને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું લગભગ અશક્ય બની જાય છે.
દરમિયાન રાજકોટમાં સોમવારે સાંજની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં ૧૯ લોકોના કોરોનાથી મોત નિપજ્યાં હતા જ્યારે અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના ૫૨૨૨ કેસ નોંધાયા છે. જેમાંથી ૯૯૫ દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.
Related Articles
સૌરાષ્ટ્રનું સૌથી મોટું સોની બજાર આજથી ધમધમશે, કોરોનાથી અત્યાર સુધી 45 વેપારીઓના મોત થયા હતા
સૌરાષ્ટ્રનું સૌથી મોટું સોની બજાર આજથી ધ...
Sep 22, 2020
લોકગાયક કિર્તીદાન ગઢવી માસ્ક વિના બેઠા હોવાથી પોલીસે 1 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો
લોકગાયક કિર્તીદાન ગઢવી માસ્ક વિના બેઠા હ...
Sep 22, 2020
રાજકોટવાસીઓ હવેથી લઈ શકશો રાહતનો શ્વાસ, કોરોનામાં ડિકલાઈન રેશિયાની શરૂઆત
રાજકોટવાસીઓ હવેથી લઈ શકશો રાહતનો શ્વાસ,...
Sep 21, 2020
રાજકોટમાં સતત વધતા કોરોના કેસોને લઈ એન્ટીજન ટેસ્ટ કરવાની કવાયત
રાજકોટમાં સતત વધતા કોરોના કેસોને લઈ એન્ટ...
Sep 19, 2020
રાજકોટ પીડીયુ હોસ્પિટલ ખાતે 20 હજાર લીટરની ઓક્સિજન ટેન્ક ફિટ કરાશે
રાજકોટ પીડીયુ હોસ્પિટલ ખાતે 20 હજાર લીટર...
Sep 19, 2020
રાજકોટના તમામ એન્ટ્રી પોઈન્ટ પર આરોગ્ય વિભાગની ટીમ તૈનાત
રાજકોટના તમામ એન્ટ્રી પોઈન્ટ પર આરોગ્ય વ...
Sep 19, 2020
Trending NEWS

04 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021