ચીનને પછડાટ આપી યુએનમાં ભારત મહિલા પંચનો સભ્ય બન્યો

September 16, 2020

વોશિંગ્ટન: યુએનમાં ચીનને પછાડી ભારત યુનાઇટેડ નેશન્સ કમિશન ઓન સ્ટેટસ ઓફ વુમનના સભ્ય તરીકે ચૂંટાઇ આવ્યો હોવાનો સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું હતું.   ભારત ચાર વર્ષ માટે સંયુક્ત રાષ્ટ્રના મહિલાઓની સ્થિતિ પર આયોગનું સભ્ય રહેશે. ટીએસ તિરુમૂર્તિએ ટ્વિટમાં કહ્યું કે, ભારતે પ્રતિષ્ઠિત ઈર્ઝ્રંર્જીંઝ્ર સંસ્થામાં બેઠક જીતી લીધી છે. ભારતને કમિશન ઓન સ્ટેટસ ઓફ વુમનના સભ્ય તરીકે ચૂંટી લેવાયો છે. આ ચૂંટણી જીતવી એ સ્ત્રી પુરુષ સમાનતા અને મહિલા સશક્તીકરણને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સભ્ય દેશોના સમર્થન માટે ભારતે તમામનો આભાર માન્યો હતો.   આયોગમાં આ બેઠક મેળવવા માટે ભારત, ચીન અને અફઘાનિસ્તાન વચ્ચે જંગ હતો. ભારત અને અફઘાનિસ્તાનને ૫૪માંથી મહત્તમ સભ્યોનો ટેકો મળ્યો, જ્યારે ચીનને અડધા સભ્યોનું પણ સમર્થન મળ્યું ન હતું. આ રીતે ચીનનો કારમો પરાજય થયો હતો.આ વર્ષે બેઇજિંગ વર્લ્ડ કોન્ફરન્સ ઓન વિમેનની ૨૫મી વર્ષગાંઠ છે. એ સમયે ભારત આ સંસ્થાના સભ્ય તરીકે ચૂંટાઇ આવે અને ચીનને હરાવીને સભ્ય બને એ ઘટના આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ નોંધવા લાયક બની રહી છે.