Jio બાદ Google ભારતી એરટેલમાં કરશે 1અબજ ડોલરનું રોકાણ
January 29, 2022

ઇન્ટરનેટ સેક્ટરની અગ્રણી કંપની ગૂગલ ટેલિકોમ કંપની ભારતી એરટેલમાં એક અબજ ડોલરનું રોકાણ કરશે. આલ્ફાબેટની પેટા કંપની ગૂગલ ભારતી એરટેલનો 1.28 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે કંપનીનો એક શેર 734 રૂપિયાના ભાવે ખરીદશે. આ માટે ગૂગલ ભારતી એરટેલને 70 કરોડ ડોલર ચૂકવશે. ગૂગલ દ્વારા ભારતીય ટેલિકોમં કંપનીમાં બીજું મોટું રોકાણ છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ જુલાઇ, 2020માં ગૂગલે મુકેશ અંબાણીના જીઓ પ્લેટફોર્મમાં 4.5 અબજ ડોલરનું રોકાણ કરીને 7.73 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ હિસ્સો ખરીદતી વખતે જીઓની કુલ ઇક્વિટીનું મૂલ્ય 58.1 અબજ ડોલર(4.36 લાખ કરોડ રૂપિયા) આંકવામાં આવ્યું હતું. ભારતી એરટેલનો 1.28 ટકા હિસ્સો ખરીદવા માટે ભારતી એરટેલની કુલ ઇક્વિટીનું મૂલ્ય 54.7 અબજ ડોલર(4.1 લાખ કરોડ) રૂપિયા આંકવામાં આવ્યું છે. બે વર્ષ અગાઉ ગૂગલે ભારતમાં આગામી પાંચથી સાત વર્ષમાં 10 અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.
ગૂગલના રોકાણથી અબજપતિ ઉદ્યોગપતિ સુનિલ મિત્તલના નેતૃત્ત્વવાળી ભારતી એરટેલને ફાઇવજી નેટવર્ક લોન્ચ કરવામાં અને માર્કેટ લિડર જીઓ સામે સ્પર્ધામાં ટકી રહેવામાં મદદ મળશે. ગૂગલે ગૂગલ ફોર ઇન્ડિયા ડિજિટલાઇઝેશન ફંડના ભાગરૂપે આ રોકાણ કર્યુ છે. ગૂગલે જુલાઇ, 2020માં જીઓમાં 4.5 અબજ ડોલર એટલે કે 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું.
આ રોકાણ ભારતી એરટેલમાં કરવામાં આવેલા રોકાણ કરતા 6.4 ટકા ગણું વધારે છે. ગૂગલે ભારતી એરટેલનો 1.28 ટકા હિસ્સો ખરીદવા 70 કરોડ ડોલર એટલે કે 5250 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. ગૂગલના ભારતી એરટેલમાં કુલ એક અબજ ડોલરના રોકાણ પૈકી 70 કરોડ ડોલરથી 1.28 ટકા હિસ્સો ખરીદાશે જ્યારે બાકીના 30 કરોડ ડોલર કોમર્શિયલ સમજૂતી માટે ચૂકવવામાં આવશે.
Related Articles
પેંગોંગ લેક પર ગતિરોધ વચ્ચે ચીનની કંપનીને 39000 ટ્રેન વ્હીલ્સનો કોન્ટ્રાક્ટ
પેંગોંગ લેક પર ગતિરોધ વચ્ચે ચીનની કંપનીન...
May 22, 2022
NSE કેસમાં CBI દ્વારા ગુજરાત સહિત 10 સ્થળોએ દરોડા
NSE કેસમાં CBI દ્વારા ગુજરાત સહિત 10 સ્થ...
May 22, 2022
NSEમાં કો-લોકેશનના દુરૂપયોગ મામલે દિલ્હી, મુંબઈ અને કોલકાતા ખાતે અનેક બ્રોકર્સના ત્યાં દરોડા
NSEમાં કો-લોકેશનના દુરૂપયોગ મામલે દિલ્હી...
May 21, 2022
મોંઘા પેટ્રોલના મામલે ભારતનો વિશ્વમાં 42મો નંબર
મોંઘા પેટ્રોલના મામલે ભારતનો વિશ્વમાં 42...
May 21, 2022
ભારતીય શેરબજારની તેજી સાથે શરૂઆત, નિફ્ટી 16000ને પાર
ભારતીય શેરબજારની તેજી સાથે શરૂઆત, નિફ્ટી...
May 20, 2022
અસદુદ્દીન ઓવૈસીનો દાવો : જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ નહીં ફુવારો મળ્યો
અસદુદ્દીન ઓવૈસીનો દાવો : જ્ઞાનવાપી મસ્જિ...
May 17, 2022
Trending NEWS

22 May, 2022

21 May, 2022

21 May, 2022