USમાં સનકી વ્યક્તિએ મહિલાની હત્યા કર્યા બાદ તેનું હૃદય રાંધીને ખાધુ
March 17, 2023

એન્ડરસનને હત્યા, હુમલો અને શરીરના અંગ ખાવાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી
નવી દિલ્હી- આજકાલ લોકોમાં માનવતા મરી પરવારી હોય તેવું જોવા મળી રહ્યું છે. કેટલાક લોકો ખૂબ જ સરળતાથી કોઈને મોતને ઘાટ ઉતારી દે છે. આવું જ કંઈક ખતરનાક કામ અમેરિકાના ઓક્લાહોમા રાજ્યમાં રહેતા 42 વર્ષના લોરેન્સ પોલ એન્ડરસને કર્યું છે. એન્ડરસને એક મહિલાની નિર્દયતાથી હત્યા કરી નાખી.
લોરેન્સ પોલ એન્ડરસને એક મહિલાની હત્યા કરીને તેના શરીરમાંથી તેનું હૃદય કાઢીને તેનું હૃદય કાપી રાંધીને ખાધું હતું.
પોલ એન્ડરસને મહિલાનું હૃદય કાપીને ખાવા ઉપરાંત ચાર વર્ષના બાળક સહિત વધુ બે લોકોની હત્યા પણ કરી નાખી હતી. તેણે આ તમામ હત્યાઓ વર્ષ 2021માં કરી હતી. આ માટે તેને અમેરિકાના ઓક્લાહોમા રાજ્યમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. બીજા કેસમાં તે વર્ષ 2021માં જેલમાંથી મુક્ત થયો હતો અને છૂટ્યાના એક મહિનાથી ઓછા સમયમાં તેણે ત્રણ હત્યાઓ કરી હતી. જેલમાંથી છૂટ્યાના થોડા અઠવાડિયા બાદ તેણે એન્ડ્રીયા બ્લેન્કનશીપની હત્યા કરી અને પછી તેનું હૃદય બહાર કાઢ્યું હતું.
તે મહિલાનું હૃદય લઈને પોતાના કાકા-કાકીના ઘરે લઈ ગયો હતો અને તેને બટાકા સાથે રાંધીને ખાધુ હતું. ત્યારબાદ તેણે 67 વર્ષની લિયોન પાઈ અને તેની 4 વર્ષની પૌત્રી કેઓસ યેટ્સની ચાકુ મારીને હત્યા કરી નાખી હતી.
એન્ડરસનને ડ્રગ કેસમાં 20 વર્ષની સજા કરવામાં આવી હતી જેમાંથી તેણે માત્ર ત્રણ વર્ષની સજા ભોગવી હતી. તેને ઓક્લાહોમાના ગવર્નર કેવિન સ્ટિટ દ્વારા સજા કરવામાં આવી હતી. તેની સામે દાખલ કરાયેલા કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, એન્ડરસનને ભૂલથી સજાની યાદીમાં મૂકવામાં આવ્યો હતો. આ સિવાય એન્ડરસનને હત્યા, હુમલો અને શરીરના અંગ ખાવાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. હુમલામાં ઘાયલ થયેલા એન્ડરસનની કાકી અને અન્ય પીડિતોના પરિવારોએ ઓક્લાહોમાના ગવર્નર અને જેલ પેરોલ બોર્ડ સામે કેસ દાખલ કર્યો છે.
Related Articles
ચીન: 19 વર્ષમાં પહેલીવાર બીજિંગની વસતીમાં ઘટાડો નોંધાયો
ચીન: 19 વર્ષમાં પહેલીવાર બીજિંગની વસતીમા...
Mar 24, 2023
ભૂકંપથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન, અત્યાર સુધીમાં 9ના મોત અને 100થી વધુ ઘાયલ
ભૂકંપથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન, અત્યાર સ...
Mar 22, 2023
બ્રિટનમાં ભારતીય તિરંગાનું અપમાન કરનાર અવતાર સિંહ ખાંડાની ધરપકડ
બ્રિટનમાં ભારતીય તિરંગાનું અપમાન કરનાર અ...
Mar 21, 2023
ભારતના ભારે વિરોધ છતાં ઇન્ટરપોલે વોન્ટેડ લિસ્ટમાંથી મેહુલ ચોકસીનું નામ દૂર કર્યુ
ભારતના ભારે વિરોધ છતાં ઇન્ટરપોલે વોન્ટેડ...
Mar 21, 2023
ચીન અને તાઇવાન નજીક આવી રહ્યા છે ? અમેરિકાને આંચકો લાગે છે
ચીન અને તાઇવાન નજીક આવી રહ્યા છે ? અમેરિ...
Mar 21, 2023
ખાલીસ્તાની દેખાવકારોથી દૂતાવાસને રક્ષવા બ્રિટને ભારતને આપેલી ખાતરી
ખાલીસ્તાની દેખાવકારોથી દૂતાવાસને રક્ષવા...
Mar 21, 2023
Trending NEWS

24 March, 2023

24 March, 2023

23 March, 2023

23 March, 2023

23 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023