પંજાબ પછી રાજસ્થાન વિધાનસભાએ પણ સીએએ વિરોધી ખરડો પસાર કર્યો

January 26, 2020

નવી દિલ્હી : રાજસ્થાન વિધાનસભામાં નાગરિક સંશોધન કાયદો રદ કરવા કેન્દ્રને વિનંતી કરતો ઠરાવ પસાર કર્યો હતો. કોંગ્રેસ શાસીત રાજ્ય પંજાબ પછી કેન્દ્રના કાયદાનો વિરોધ કરવા ખરડો પસાર કરનાર રાજસ્થાન બીજું રાજ્ય બન્યું છે. અગાઉ કેરળ વિધાનસભાએ પણ સીએએ સામે ખરડો પસાર કર્યો હતો જેને કોંગ્રેસ અને ડાબેરીઓ એ ટેકો આપ્યો હતો. રાજસ્થાન વિધાનસભાએ ધ્વની મતથી આ ખરડો પસાર કર્યો હતો જેમાં કેન્દ્રને આ કાળો કાયદો પરત લેવા વિનંતી કરવામાં આવી હતી.

નેશનલ  પોપ્યુલેશન રજીસ્ટ્રર, ૨૦૨૦માં સમાવતી નવી કલમો દુર કરવા ઠરાવમાં કહેવામાં આવ્યું હતું.' સ્પષ્ટપણ દેખાઇ આવે છે કે સીએએ બધારણની જોગવાઇનું ભંગ કરે છે. એટલા માટે આ ગૃહ ઠરાવ કરે છે કે ભારત સરકારને આ કાયદો રદ કરવા વિનંતી કરવામાં આવે અને નાગરિકતા આપવા માટે ધર્મના આધારે કરાયેલા ભેદભાવને દૂર કરે તેમજ સમાનતાના ધોરણો અપનાવે'એમ સંસદિય બાબતોના મંત્રી શાતિં ધારીવાલે કહ્યું હતું.

'કોઇના નાગરિકતા આપવી એ કેન્દ્રનો અધિકાર છે અને આવી સ્થિતીમાં અમે સીએએને પડકારીએ છીએ. પરંતુ અમે કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકારીએ છીએ. કોંગ્રેસે મત બેન્કનું રાજકારણ બંધ કરવું જોઇએ અને કોઇની પ્રશસ્તી  કરવી ના જોઇએ'એમ ભાજપના નેતાએ ગૃહની બહાર કહ્યું હતું.