સુશાંત બાદ ફરી એકવાર બોલિવૂડ ચકરાવે ચડે તેવી શક્યતા

October 30, 2020

સુપરસ્ટાર અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોતને લઈ બોલિવૂડ માં હલચલ મચી જવા પામી છે. સુશાંત કેસની CBI, ED અને NCB સહિતની ટોચની કેન્દ્રીય એજન્સીઓ તપાસ ચલાવી રહી છે. હવે આ સુશાંતના કેસને તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાનની આત્મહત્યા સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.

હવે સુશાંતના મિત્ર  અને જિમ પાર્ટનર સુનિલ શુક્લાએ તાજેતરમાં જ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. તેણે દિશા સાલિયાન કેસની સીબીઆઈ તપાસની માગ કરી છે. બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપુતના મોતે ઘણા વિવાદોને જન્મ આપ્યો છે.

દિશા સાલિયાનનું રહસ્યમય સંજોગોમાં મુંબઈના મલાડ ખાતે આવેલા એક એપાર્ટમેન્ટના 14માં માળેથી પડતા મોત થઈ ગયું હતું. તેના એક જ અઠવાડિયાના સમયગાળામાં 14 જૂન, 2020ના રોજ અભિનેતા સુશાંત સિંહ રાજપુતનું નિધન થયું હતું. શુક્લાએ પોતાની અરજીમાં કહ્યું છે કે, સુશાંત અને દિશા બંનેના શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોત થયા છે. મુંબઈ પોલીસે દિશા સાલિયાનના મોતની તપાસ કરતી સમયે ઘણા મુદ્દાઓ પર વિચાર નથી કર્યો.