ઈરાનમાં યુવતીના મોત બાદ મહિલાઓ જાતે જ વાળ કાપીને કરી રહી છે સરકારનો વિરોધ,

September 19, 2022

નવી દિલ્હી- ઈ્સ્લામિક કાયદાઓથી ચાલતા ઈરાનમાં હવે મહિલાઓ સરકારના વિરોધમાં પોતાના વાળ કાપવા માંડી છે અને તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવા માંડી છે.

ઈરાનમાં મહિલાઓના વિરોધનુ કારણ 22 વર્ષીય ઈરાની યુવતી મહસા અમિનીનુ મોત છે. શુક્રવારે પોલીસ લોકઅપમાં તેનુ મોત થયુ હતુ અને તેને હિજાબના નિયમનો ભંગ કરવા બદલ પોલીસે પકડી હોવાનો તેમજ ટોર્ચર કરી હોવાના કારણે મોત થયુ હોવાનો આક્ષેપ તેના પરિવારે કર્યો છે. જ્યારે પોલીસનુ કહેવુ છે કે, કસ્ટડીમાં અમિનીને હાર્ટ એટેક આવ્યો હતો.

જોકે આ ઘટનાથી ઈરાનની મહિલાઓ ભડકી ઉઠી છે. ઈરાનમાં હિજાબ પહેરવાનુ ફરજિયાત હોવા છતા મહિલાઓ હિજાબ ઉતારીને તેમજ કેટલીક જગ્યાએ હિજાબ સળગાવીને વિરોધ વ્ય્કત કરી રહી છે. કેટલીક મહિલાઓએ પોતાના વાળ જાતે જ કાપતા ફોટા અને વિડિયો સોશિયલ મીડિયા પર મુકવા માંડ્યા છે.