મહિનાના વેકેશન બાદ ગીર અભ્યારણ્યના દ્વાર ખૂલ્યા.

October 16, 2021

જૂનાગઢ : પૂર્ણ થતા પ્રવાસીઓ માટે અભ્યારણ્યના દ્વાર ખોલવામા આવ્યા હતા. આજથી પ્રવાસીઓ એશિયાટિક લાયનને નિહાળી શકશે અને સાથે જંગલમાં સોળે કળાએ ખીલી ઉઠેલી પ્રકૃતિનો પણ લુપ્ત ઉઠાવી શકશે. પ્રથમ દિવસે 60 પરમીટ અગાઉથી જ બુક હોવાથી DCF દ્વારા લીલીઝંડી બતાવી પ્રવાસીઓને સિંહદર્શન માટે રવાના કરવામા આવ્યા હતા.

ચોમાસાની સીઝન અને સિંહ સહિતના પ્રાણીઓના સંવનનકાળના લીધે પ્રાણીઓને ખલેલ ન પહોંચે તથા ચોમાસાની સીઝનમાં ગીર જંગલના રસ્તા પર જઈ શકાય તેવું ન હોવાથી સાસણ ગીર અભયારણ્ય દર વર્ષે તા.15 જૂનથી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે અને ચોમાસાની સીઝન પૂર્ણ થયા પછી ગીર અભયારણ્ય જંગલ અને ગિરનાર જંગલની નેચર સફારી તેના નિયત રૂટ સાથે પ્રવાસીઓ માટે ખુલ્‍લે છે. જે મુજબ આજે તા.16 ઓકટોમ્‍બરથી પ્રવાસીઓ માટે બંન્‍ને જંગલ સફારી ખુલ્લી મુકવામાં આવી છે. આજથી લઇ આગામી તા.29 ફેબ્રુઆરી સુઘી સિંહદર્શન માટે શિયાળુ સત્ર ગણવામાં આવે છે. આ સત્રમાં સિંહ દર્શન માટેનો સમય વહેલો હોય છે. જેમાં ગીર જંગલમાં જવા માટે સવારની ટ્રીપનો સમય 6:45 અને 9:45 અને સાંજે 3:30 પછીનો હોય છે. જેના લીઘે પ્રવાસીઓ વધુને વધુ ગીરના સિંહોને જોવાનો લ્‍હાવો મળી શકે.