અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા ખુલ્યું, ત્રણ લોકડાઉનથી ઘરે બેઠેલા લોકોએ સવારથી વસ્તુઓ માટે લાઈનો લાગવી

May 19, 2020

અમદાવાદ. ગઇકાલે મુખ્યમંત્રી રૂપાણીએ લોકડાઉન 4.0ના નવા નિયમો જાહેર કર્યાં હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, પશ્ચિમ અમદાવાદમાં કન્ટેઈન્મેન્ટ ઝોન બહારના વિસ્તારમાં દુકાન, ઓફિસ, ધંધા ચાલુ કરી શકાશે. પરંતુ પૂર્વમાં છૂટછાટ આપવામાં આવશે નહીં. જેથી આજે વહેલી સવારથી અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં લોકોની અવર-જવર જોવા મળી હતી. મોટાભાગે પાન પાર્લર તેમજ હેર શલૂનની દુકાનોમાં લોકોની વધારે ભીડ જામી હતી. ત્યારે દુકાનદારોએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગ્રાહકનો માલ-સામાન આપવાનું શરૂ કર્યું છે. લોકો પણ 1-2 મીટરનું અંતર રાખીને વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં એસ.ટી. બસો આવી જઈ શકશે નહીં.

કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં અત્યારસુધીમાં 148824 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11746 પોઝિટિવ અને 137078 નેગેટિવ આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 366 નવા કેસ, 35 મોત અને 305 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ 11746, મૃત્યુઆંક 694 અને 4804 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

રાજ્યમાં ગઈકાલે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 263, સુરતમાં 33, વડોદરામાં 22, ગાંધીનગરમાં 12, પાટણમાં 7, વલસાડમાં 6, ભાવનગરમાં 4, દાહોદમાં 4, કચ્છમાં 3, જૂનાગઢમાં 3, અરલ્લીમાં 3, મહીસાગરમાં 2, ખેડામાં 1, સાબરકાંઠામાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં અત્યારસુધી નોંધાયેલા 11746 દર્દીઓમાંથી 38 દર્દી વેન્ટિલેટર પર, 6219 સ્થિર, 4804 ડિસ્ચાર્જ અને 694 દર્દીઓના મોત નીપજ્યાં છે.