એર ઇન્ડિયાએ 30 એપ્રિલ સુધી આંતરરાષ્ટ્રીય વિમાન સેવા સ્થગિત કરી

March 15, 2020

મુંબઇ : કોરોનાને પગલે એર ઇન્ડિયાએ તેની આંતરરાષ્ટ્રીય વિમાનસેવા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તેમાં મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, ગોવા અને ચેન્નઇથી આંતરરાષ્ટ્રીય પ્રવાસે જતા વિમાનોનો સમાવેશ થાય છે.

મુંબઈથી રવાના થતી મુંબઈ-કુવૈત-મુંબઈ અને મુંબઈ-કોલંબો-મુંબઈ આ બે નવી વિમાનસેવા નવેસરથી સ્થગિત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે રોમ અને મિલાન માટેની સેવા પહેલા જ બંધ કરી દીધી હતી. ૩૦ એપ્રિલ સુધી આ વિમાનસેવા બંધ રખાશે.