પાયલટ કોરોના પોઝિટિવ આવતા અધવચ્ચેથી પરત ફરી એરઈન્ડિયાની દિલ્હી મોસ્કો ફ્લાઈટ

May 31, 2020

નવી દિલ્હી : કોરોના વાઈરસના લીધે  મોસ્કો જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન શનિવારે પર દિલ્હી આવ્યું છે કારણ કે દિલ્હીથી મોસ્કો જતી ફ્લાઈટ તે સમયે પરત આવી જ્યારે ગ્રાઉન્ડ સ્ટાફને ખબર પડી કે વિમાનમાં સવાર પાયલટોમાંથી એક કોરોના સંક્રમિત છે. DGCAએ કહ્યું કે, વિમાનના પરત આવ્યા બાદ ખામીની તપાસ માટેના આદેશ આપ્યા છે.

એર ઈન્ડિયાના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, વંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાનું એ-320 નિયો વિમાન ફસાયેલા ભારતીયોને લેવા માટે મોસ્કો જઈ રહ્યાં હતા. વિમાન ઉઝ્બેકિસ્તાનના એર સ્પેસમાં પહોંચ્યું હતું કે અધિકારીઓને ખબર પડી કે વિમાનમાં સવાર એક પાયલય કોરોના સંક્રમિત છે.

DGCAએ કહ્યું કે, પ્રથમ દ્રષ્ટીએ આ મામલો ખામીનો જાણવા મળી રહ્યો છે કારણ કે જો પાયલટ કોરોના સંક્રમિત આવ્યો હોત તો તેને વિમાનમાં નહોતું હોવું જોઈતું. મળતી જાણકારી પ્રમાણે વિમાનમાં કુલ 4 પાયલટ હતા. બે લઈ જવા માટે અને બે પરત લાવવા માટે. આ સિવાય ક્રૂ મેમ્બર પણ હતા.

અધિકારીઓએ કહ્યું કે, વિમાનમાં કોઈ મુસાફર સવાર નહોતો. જાણકારી મળતા જ વિમાનને પરત આવવા જણાવી દેવામાં આવ્યું. વિમાન શનિવાર બપોપે 12.30 વાગ્યે પરત દિલ્હી પહોંચ્યું. વિમાનમાં સવાર ચાલક દળના સભ્યોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે અન્ય વિમાન મોકવામાં આવશે.