એર ટ્રાનસેટે ટોરોન્ટોથી ઉપડતી તમામ ફલાઇટસ એપ્રિલ સુધી રદ કરી

February 02, 2021

મોન્ટ્રીયલ :ટ્રાનસેટ .ટી. આઈએનસીએ કહ્યુંં હતું કે, તેઓ ટોરોન્ટોથી ઉપડનારી તમામ વિદેશી ફલાઈટસને ૩૦મી એપ્રિલ સુધી રદ કરી રહ્યા છે. જેનો અમલ ટૂંક સમયમાં ચાલુ થઈ જશેકંપનીના પ્રવકતા ડેબી ગાબાને કહ્યુંં હતું કે, એરલાઈન સમય દરમિયાન મોન્ટ્રીયલથી આવનારા કેટલાક રૂટસને પણ સમયગાળા માટે બંધ રાખશેટ્રાવેલ કંપની કહે છે કે, કેનેડાની સરકારે પ્રવાસ પ્રતિબંધોને વધુ કડક બનાવ્યા હોવાથી તેમને મળતું બુકિંગ ઘટી રહ્યું છે અને એટલે તેમણે ફલાઈટસના શિડયુલને સુધારવાની ફરજ પડી છેએરલાઈન્સે અધિકૃત ટ્રાવેલ એજન્ટસને ફલાઈટ રદ કર્યાની જાણ બુધવારે લેખિતમાં કરી દીધી હતીકેનેડીયન પ્રેસને મળેલા લેખિત મેમો મુજબ જેમણે વેકેશન પેકેજમાં બુકિંગ કરાવવા પૈસા રોકડ કે ક્રેડિટકાર્ડથી ભરી દીધા હોય તેવા પ્રવાસીઓને પુરૂં રીફંડ મળશે. જયારે ફરીથી કેનેડા પાછા ફરવાની ફલાઈટસ શરૂ થશે ત્યારે તેમને ફરીથી બુકિંગ મળી શકશે.