અજય દેવગણ આમિર ખાનને પોતાનો લકી ચાર્મ માને છે

January 13, 2020

મુંબઇઃ અજય  દેવગણની 'તાનાજીઃ ધ અનસંગ વોરિયર' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. તેના અને સૈફ અલી ખાનના અભિનયનાં વખાણ થઇ રહ્યા છે. અજય એક સફળ અભિનેતા હોવા છતાં પોતાની ફિલ્મોની સફળતા માટે ગતકડા કરતો રહે છે. તે આમિરને પોતાનો લકી ચાર્મ માને છે.  અજયે સોશિયલ મીડિયા પર પોતાની અને આમિર ખાનની એક તસવીર મુકી છે. જેમાં તેણે સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. આ તસવીર સાથે તેણે આમિરને પોતાનો લકી ચાર્મ કહેતાં  લખ્યું  છે કે, '' ગોલમાલ અગેઇન, ટોટલ ધમાલ અને હવે 'તાનાજી' અમારા લકી ચાર્મ સાથે, આમિર ખાન'' ફિલ્મ ' ગોલમાલ અગેઇન, ટોટલ ધમાલ'ની રિલીઝ પહેલા અજયે  આમિર સાથે મુલાકાત કરી હતી. તેની બન્ને ફિલ્મો હિટ નીવડી હતી. ત્યારથી અજય આમિરને પોતાનો લકી ચાર્મ માને છે. તેથી જ અજયે 'તાનાજી' પહેલા આમિર સાથે મુલાકાત કરીને તેની સાથે તસીર પડાવી.જેથી તેની આ ફિલ્મ પણ સફળ થાય.