'ભૂજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા'માં વિંગ કમાન્ડર બનશે અજય દેવગણ

January 06, 2020

નવી દિલ્હીઃ હાલમાં લાંબા સમયથી અજય દેવગણનો મરાઠા યોદ્ધાવાળો લૂક તેમના ફેન્સના દિલો દિમાગ પર છવાયેલો છે, પરંતુ બીજી તરફ હવે ફિલ્મ 'તાનાજીઃ ધ અનસંગ વોરિયરના રિલીઝ પહેલાં તેમનો એક નવો અંદાજ ચર્ચામાં છવાઇ ગયો છે. જી હાં! નવા વર્ષે અજય દેવગણના ફેન્સને મોટી સરપ્રાઇઝ મળી છે. તેમની આગામી ફિલ્મ 'ભૂજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયાનો ફર્સ્ટ લુક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. ગત વર્ષે જ અજય દેવગણની આ આગામી ફિલ્મ 'ભૂજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા' ચર્ચામાં છે. આ ફિલ્મ ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે અને અજય દેવગણ તેમાં ઇન્ડીયન એરફોર્સના વિંગ કમાન્ડર કાર્ણિકનું પાત્ર ભજવી રહ્યા છે. આ ફિલ્મના ડાયરેક્ટર અભિષેક દુધાઇયાએ સોશિયલ મીડિયા પર પોતાની આગામી ફિલ્મમાંથી અજયના આ ફર્સ્ટલુકને શેર કર્યો છે. જેમાં કેપ્શનમાં તેમણે લખ્યું, મારી ફિલ્મ 'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા'થી સ્ક્વોડ્રન લીડર વિજય કાર્ણિકના રૃપમાં અજય દેવગણે સરનો ફર્સ્ટ લુક શેર કરવો મારી ખુશનસીબી છે.