દિલ્હીની જવાબદારી અજિત ડોવાલે સંભાળી

February 26, 2020

નવી દિલ્હી : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં બીઝી મોદી સરકાર દિલ્હીમાં હિંસાના પગલે પંદર મોત થતાં સફાળી જાગી હતી અને નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સીના વડા અજિત ડોવાલે હિંસાગ્રસ્ત દિલ્હીની જવાબદારી સંભાળી લીધી હતી.

છેલ્લાં લગભગ બે માસથી દિલ્હીના કેટલાક વિસ્તારોમાં સીએએ વિરોધી આંદોલનો ચાલી રહ્યા હતા. આ અંગે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી થઇ હતી કે આંદોલનકારીઓ મહત્વનો રોડ અટકાવીને બેઠા છે.

દરમિયાન, ભાજપના કેટલાક નેતાઓએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન અને એ પછી પણ ઉશ્કેરણીજનક વિધાનો કરતાં આંદોલનના સ્થળે ગોળીબારના બનાવો બન્યા હતા. એને કારણે ઉશ્કેરણી વધી હતી. અમેરિકી પ્રમુખની ભારત મુલાકાત વખતે કેટલાક લોકોએ દેખીતી રીતેજ દેશની પ્રતિષ્ઠા જોખમાય એ રીતે હિંસા ચાલુ કરી હતી.