કાર્તિક આર્યન પર લાગ્યો અક્ષય કુમારની ફિલ્મો હડપી લેવાનો આરોપ, અભિનેતાએ કરી સ્પષ્ટતા

January 24, 2023

Upનવી દિલ્હી : ભૂલ ભુલૈયા 2 ,ફ્રેડી જેવી શાનદાર ફિલ્મો આપનાર કલાકાર કાર્તિક આર્યન પાસે શહેઝાદાથી લઈને હેરાફેરી સિક્વલ સુધીની ઘણી શાનદાર ફિલ્મો પાઇપલાઇનમાં છે. પરંતુ કેટલાક સમયથી બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન પર મિસ્ટર ખિલાડી એટલે કે અક્ષય કુમારની ફિલ્મો હડપી લેવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ફિલ્મ ભૂલ ભુલૈયાના પહેલાં ભાગમાં અક્ષય કુમાર લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ પછી, ભૂલ ભૂલૈયાનો બીજો ભાગ કાર્તિક આર્યને કર્યો. જે બ્લોકબસ્ટર હિટ ફિલ્મ હતી. આ ફિલ્મ પછી જ હેરા ફેરી 3 ની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સાથે અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યનને કાસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારથી લોકો કાર્તિક આર્યન પર આરોપ લગાવી રહ્યા છે કે, તે અક્ષય કુમારની ફિલ્મો હડપ કરીને સિક્વલ કરી રહ્યો છે. આ આરોપોને લઇને કાર્તિક આર્યનનું નિવેદન સામે આવ્યુ છે. બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન રજત શર્માના પ્રખ્યાત શો 'આપ કી અદાલત'માં જોવા મળ્યો હતો, જ્યાં તેને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, તે શા માટે એવી ફિલ્મો પસંદ કરે છે જેમાં અક્ષય કુમારે અગાઉ કામ કર્યું છે. આના જવાબમાં કાર્તિકે સ્પષ્ટતા કરી હતી કે, 'હું અક્ષય કુમાર સરનો મોટો પ્રશંસક છું અને હું આ ભૂમિકાઓ કરવા માંગતો ન હતો, પરંતુ મને ઓફર કરવામાં આવી હતી કારણ કે નિર્માતાઓ અને નિર્દેશકોને લાગે છે કે, હું તે સિક્વલ વધુ સારી રીતે કરી શકું છું. એક રીતે નિર્માતાઓએ મારું કામ જોયું છે અને વિચાર્યું જ હશે કે રોમાન્સ હોય, હોરર કે કોમેડી હોય કે પછી કોઈ પણ જોનર હોય, હું સિક્વલ્સમાં વધુ સારું કામ કરીશ. તેવુ લાગે છે. તેથી જ હું ફિલ્મો સ્વિકારુ છુ.