અલ કાયદાનાં આતંકી અલ-જવાહિરીનું અફઘાનિસ્તાનમાં મોત

November 21, 2020

નવીદિલ્હીઃ વિશ્વનાં ખુનખાર આતંકી સંગઠનનાં વડા અલ-જવાહિરીનું અફઘાનિસ્તાનમાં મોત થયું છે, ઓસામાનાં મોત બાદ આ આતંકી સંગઠનની જવાબદારી જવાહિરીનાં ખભા પર આવી આવી હતી, આરબ ન્યુઝે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં સુત્રોને ટાંકીને અલ-જવાહિરીનાં મોતની માહિતી આપી છે, રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અલ-જવાહિરીનું મોત અસ્થમાનાં કારણે તેવા સમયે થયું જ્યારે તેને સારવાર ન મળી શકી. સોશિયલ મિડિયા પર પણ કેટલાક સમયથી અલ-જવાહિરીનાં મોતનાં સમાચારે ખાસ્સી ચર્ચાનો વિષય બન્યા હતા, જવાહિરી છેલ્લે 9/11ની વરસી પર એક વિડિયો સંદેશ આપતા આ વર્ષે જોવા મળ્યા હતાં. અરબ ન્યુઝે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ચાર સુત્રો સાથે વાત કરી, જેમાં બે જણાએ મોતની પુષ્ટી કરી છે, જો કે કોઇ પણ સુત્રે મિડિયાનાં કેમેરા સમક્ષ આવવાનો ઇન્કાર કર્યો અને ઓફ ધ રેકોર્ડ આ માહિતી આપી છે. અલ-કાયદાનાં એક ટ્રાન્સલેટર કે જેને હજુ પણ ગૃપ સાથે નિકટનાં સંબંધો છે તેણે જણાવ્યું કે જવાહિરીનું ગત સપ્તાહે ગઝનીમાં મોત થયું, તેણે જણાવ્યું કે અસ્થમાનાં કારણે તેનું મોત થયું, અને તે સમયસર સારવાર પણ ન મળી શકી.