Breaking News :
ન્યું ઝીલેન્ડ ફરી 7.1ની તિવ્રતાનાં શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું, ત્સુનામીની પણ ચેતવણી ઇમરાન ખાનની સરકાર રહેશે કે જશે! વિશ્વાસ મત મેળવવા માટે શનિવારે બોલાવ્યું પાર્લામેન્ટનું સત્ર બોલિવૂડમાં 370 કરોડની ટેક્સ ચોરી:બોક્સ ઓફિસ કલેક્શનની સરખામણીમાં આવક છૂપાવી, ખોટા ખર્ચ બતાવી ટેક્સ બચાવ્યો; તાપસી સામે 5 કરોડના રોકડ વ્યવહારના સબૂત મળ્યા પોલીસે મોડી રાતે ભાવિન સોનીનું નિવેદન લીધું, કહ્યું - 9 જેટલા જ્યોતિષીઓએ વિધિ કરવાના નામે 32 લાખ પડાવ્યા, તેથી આપઘાત કર્યો સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 10 કિલોમીટર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું દેશના રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત અને વડોદરા પણ ટોપ ટેનમાં સામેલ

ભાગેડું વિજય માલ્યાને ભારત લાવવા માટે તમામ પ્રયાસ ચાલુ, કેન્દ્ર સરકારનો સુપ્રીમમાં જવાબ

January 18, 2021

- અમે બ્રિટનની સરકાર સમક્ષ માલ્યાનાં પ્રત્યાર્પણનો મુદ્દો પણ ઉઠાવ્યો છે
નવી દિલ્હી-  કેન્દ્ર સરકારે આજે સુપ્રિમ કોર્ટને જણાવ્યું કે બેંકોને અબજો રૂપિયાનો ચુનો લગાવીને ફરાર થઇ ચુકેલા આરોપી વિજય માલ્યાને બ્રિટનથી ભારત લાવવા માટે પ્રયાસ ચાલું છે. પરંતું કેટલાક બિંદુઓ પર ચાલી રહેલી કાર્યવાહીનાં કારણે વિલંબ થઇ રહ્યો છે, માલ્યા પર બંધ થઇ ચુકેલી કિંગફિશર એરલાઇન્સ માટે  બેંકો પાસેથી લીધેલી 9 હજાર કરોડથી વધુની લોનની ચુકવણી નહીં કરવાનો આરોપ છે.
ન્યાયમૂર્તિ ઉદય યૂ લલિત અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણની બેંચને સોલિસીટર જનરલ તુષાર મેહતાએ વિજય માલ્યાની સ્થિતી અંગે રિપોર્ટ દાખલ કરવા માટે થોડો સમય આપવાની વિનંતી કરી છે, આ બેંચે તેની સુનાવણી 15 માર્ચ માટે મુલતવી રાખી છે, વિડિયો કોન્ફરન્સનાં માધ્યમથી શરૂ થતા જ કેન્દ્ર તરફથી મેહતાએ વિજય માલ્યાનાં બ્રિટનથી પ્રત્યાર્પણની સ્થિતી અંગે વિદેશ મંત્રાલયનાં અધિકારી દેવેશ ઉત્તમ દ્વારા તેમને લખવામાં આવેલા પત્રને પણ હતાવ્યો.  
ભારતનાં વિદેશ મંત્રાલયે બ્રિટનની સરકાર સમક્ષ માલ્યાનાં પ્રત્યાર્પણનો મુદ્દો પણ ઉઠાવ્યો છે અને કેન્દ્ર સંપુર્ણ ગંભીરતાથી તેને પાછા લાવવાનાં પ્રયાસ કરી રહ્યું છે, તેમણે કહ્યું તે તમામ પ્રયાસો બાદ પણ સ્થિતી પહેલા જેવી છે અને રાજનૈતિક કાર્યપાલિકાનાં સ્તરેથી લઇને વહીવટી સ્તર પર વારંવાર આ મામલો ઉઠાવવામાં આવી રહ્યો છે, બેન્ચે વિદેશ મંત્રાલયનાં આ અધિકારીને આ પત્ર રેકોર્ડ પર લાવવામાં આવ્યા બાદ સુનાવણી 15 માર્ચ માટે સ્થગિત કરી દીધી. 
વિજય માલ્યા વર્ષ 2016થી બ્રિટનમાં છે માલ્યા પ્રત્યાર્પણ વોરન્ટ પર સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ દ્વારા કરેલા અમલ બાદથી જ 18 એપ્રિલ 2017થી જ જામીન પર છે, મેહતા દ્વારા સુપ્રિમમાં રજુ કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે, વિદેશ મંત્રાલયને બ્રિટિશ સરકારે સુચિત કર્યા છે કે તેમાં વધુ એક કાનુની મુદ્દો છે જેને માલ્યાનાં પ્રત્યાર્પણ કરવાનાં પહેલા ઉકેલી લેવાની જરૂર છે.