કોરોનાની અસર જોતા દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓ 31 માર્ચ સુધી બંધ

March 05, 2020

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાઈરસનો પગપેસારો ઝડપથી થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 29 કોરોના સંક્રમિત લોકોની ઓળખ થઈ છે. ભારતમાં ઝડપથી કોરોના વાઈરસના વધતા પ્રભાવને જોતા વડાપ્રધાન મોદીએ આ વખતે હોળી સમ્મેલન નહી કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે દિલ્હી સરકારે પણ સાવચેતીના ભાગરૂપે 31 માર્ચ સુધી દરેક પ્રાથમિક શાળાઓને બંધ કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે.

સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસના સંક્રમણના 90 હજારથી વધારે કેસો સામે આવી ચૂક્યા છે જ્યારે ભારતની વાત કરવામાં આવે છેલ્લા ત્રણ દિવસોમાં કોરોના વાઈરસના કેસો સામે આવી રહ્યાં છે. દેશમાં કોરોના વાઈરસના કુલ 29 કેસો સામે આવ્યા છે. જેમાં 17 જયપુરમાં, એક દિલ્હીમાં, આગ્રામાં 6 અને તેલંગણાંમાં એક કેસ સામે આવ્યો છે.