ઓસ્ટ્રેલિયામાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ સર્જરી કરાવી
January 13, 2021

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર મેચોની ટેસ્ટ સિરીઝના ત્રીજા મુકાબલામાં ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઈજા થઈ હતી. તેના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. છતાં તે ટેસ્ટ મેચમાં ભારત માટે બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઈચ્છતો હતો. પરંતુ હનુમા વિહારી અને આર અશ્વિનને કારણે તેની બેટિંગની જરૂર ન પડી અને મુકાબલો બંન્ને બેટ્સમેનોએ ડ્રો કરાવી દીધો. કારણ કે જાડેજાના હાથમાં ફ્રેક્ચર હતું. તેવામાં તેને સર્જરી કરાવવાની હતી. આ કતારણ છે કે તે સોમવારે સાંજે હોસ્પિટલ રવાના થઈ ગયો, જ્યાં મંગળવારે તેની સર્જરી કરવામાં આવી છે. આ વાતની જાણકારી ખુબ રવિન્દ્ર જાડેજાએ આપી છે. ઓલરાઉન્ડર જાડેજાએ મંગળવારે કહ્યુ કે, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં પિંક ટેસ્ટ દરમિયાન તેના અંગૂઠામાં ઈજા થયા બાદ સર્જરી થઈ છે.
રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરતા કહ્યુ, 'થોડા સમય માટે એક્શન (ક્રિકેટ)થી બહાર, સર્જરી થઈ ગઈ, પરંતુ જલદી ધમાકેદાર વાપસી કરીશ.' સોમવારે ભારતીય ક્રિકેટ બોર્ડે પુષ્ટિ કરી હતી કે જાડેજા ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટમાં રમશે નહીં. આ મુકાબલો ૧૫ જાન્યુઆરીથી શરૂ થશે, જે ગાબામાં રમાશે. સોમવારે સંપન્ન થયેલ ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બેટિંગ કરતા જાડેજાને અંગૂઠામાં ઈજા થઈ હતી. બાદમાં તે સ્કેન માટે ગયો અને ટેસ્ટથી ખ્યાલ આવ્યો કે તેનો અંગૂઠો ડિસ્લોકેટ થઈ ગયો છે. બીસીસીઆઈએ પુષ્ટિ કરી હતી કે ઓલરાઉન્ડર ભારત આવતા પહેલા સિડનીમાં એક હાથ નિષ્ણાંત સાથે ચર્ચા કરશે. પરંતુ હવે જાડેજા પ્રમાણે તેણે સિડનીમાં જ સર્જરી કરાવી લીધી છે. તો સૂત્રો પ્રમાણે તે છ સપ્તાહ માટે ટીમમાંથી બહાર થઈ શકે છે.
Related Articles
૧૪૫ વર્ષમાં પ્રથમ વખત એક દાવમાં પેસ બોલર્સે, બીજામાં સ્પિનર્સે તમામ વિકેટ ખેરવી
૧૪૫ વર્ષમાં પ્રથમ વખત એક દાવમાં પેસ બોલર...
Jan 26, 2021
ઇંગ્લેન્ડના કેપ્ટન રૂટે ભારતને ગણાવી દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમ
ઇંગ્લેન્ડના કેપ્ટન રૂટે ભારતને ગણાવી દુન...
Jan 26, 2021
GMDC ખાતે ૮મી ફેબ્રુઆરીથી MS ધોની ક્રિકેટ એકેડેમીનો પ્રારંભ થશે
GMDC ખાતે ૮મી ફેબ્રુઆરીથી MS ધોની ક્રિકે...
Jan 26, 2021
ચેતેશ્વર પુજારાને સ્પિનર અશ્વિને આપી ચેલેન્જ, કહ્યુ કે તો હુ મારી મુંછો મુંડાવી નાંખુ
ચેતેશ્વર પુજારાને સ્પિનર અશ્વિને આપી ચ...
Jan 26, 2021
બ્રાઝિલની ફૂટબોલ ક્લબના 4 ફૂટબોલરોનું વિમાન દુર્ઘટનામાં મોત
બ્રાઝિલની ફૂટબોલ ક્લબના 4 ફૂટબોલરોનું વિ...
Jan 25, 2021
Trending NEWS

26 January, 2021

26 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021