તમામ ટ્રેન વ્યવહાર 3 મે સુધી બંધ

April 14, 2020

તમામ ટ્રેન વ્યવહાર 3 મે સુધી બંધમુંબઈ : કોરોના વાયરસનો કહેર આખી દુનિયામાં ફેલાવાનો શરૂ જ છે. ભારતમાં પણ કોરોનાના 10,363 કેસ પોઝિટીવ છે. તેમજ મરનાર લોકોની સંખ્યા 339 થઈ ગઈ છે. આજે દેશમાં લોકડાઉનનો 21મો દિવસ હતો અને ત્યારે જ પ્રધાનંત્રી મોદીએ ફરીથી નવા લોકડાઉનની જાહેરાત કરી છે. હવે 3 મે સુધી સંપુર્ણ દેશ લોકડાઉન હેઠળ રહેશે. ત્યારે લોકોના મનમાં ટ્રેનને લઈ નવા નવા પ્રશ્નો છે. તો અહીં એના તમામ જવાબો મળશે.

રેલ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, પ્રિમીયમ ટ્રેનો, મેલ/ એક્સપ્રેસ ટ્રેનો, પેસેન્જર ટ્રેનો, ઉપનગરીય ટ્રેનો, સહિતની ભારતીય રેલની બધી પેસેન્જર ટ્રેન સેવા 3 મેના રાતે 12 વાગ્યા સુધી બંધ રહેશે. દેશમાં પીએમ મોદીએ 3 મે સુધી લોકડાઉન વધારવાના કારણે રેલ મંત્રાલયે પણ 3 મે સુધી બધી સેવાઓ બંધ રાખી છે.

આ સિવાય ફ્લાઈટ સેવા પણ નથી ખુલવાની. બધી જ નેશનલ અને ઈન્ટરનેશન ફ્લાઈટ 3 મે રાત્રિના 12 વાગ્યા સુધી બંધ રહેશે.

આ પહેલા એવા રિપોર્ટ હતાં કે રેલવે એક પ્લાન અંગે પણ વિચારણા કરી રહી છે. જે હેઠળ દેશમાં હાલ રેગુલર સર્વિસની અપેક્ષા સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે. આ ટ્રેનોમાં માત્ર રિઝર્વેશનના માધ્યમથી જ ટિકિટ બુકિંગ કરવામાં આવે અને જનરલ કોચમાં કોઈ પણ મુસાફરને મંજૂરી આપવામાં ના આવે.

કોરોનાની વિરૂદ્ધ જંગ જીતવા માટે લોકડાઉનનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ દેશને સંબોધિત કરતાં કહ્યું કે કોરોનાને હરાવા માટે હવે દેશમાં 3 મે સુધી લોકડાઉન ચાલુ રહેશે. તેમણે કહ્યું કે જો આપણે ધૈર્ય બનાવીને રાખીશું, નિયમોનું પાલન કરીશું તો કોરોના જેવી મહામારીને પણ ધ્વસ્ત કરી દઇશું.