એલોન મસ્કે 2022માં રોજના 2500 કરોડ ગુમાવ્યા, અત્યાર સુધીમાં 8 લાખ કરોડનું નુકશાન

November 22, 2022

વોશિંગ્ટન- અત્યાર સુધીમાં 8 લાખ કરોડનું નુકશાન થયુ છે. તેમની કુલ સંપતિ પણ ખુબ ઝડપી ઘટી રહી છે અને અત્યાર સુધી 100 અરબ ડોલર એટલે કે લગભગ 7.5 લાખ કરોડથી વધુનું નુકશાન થઈ રહ્યુ છે.


અરબોપતિની યાદી મુજબ એલોન મસ્ક પાસે 22મી નવેમ્બર-2022 સુધી કુલ 170 અરબ ડોલરની સંપતિ બચી છે. જો કે એમને ટક્કર આપવા વાળા બીજા અરબપતિઓની સંપતિને પણ નુકશાન પહોચ્યું છે. તેથી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનો દરજ્જો હજુ સુધી અંકબંધ છે. એ તાજેતરમાં જ ટેલ લાઇટમાં ખામીને કારણે 3.21 લાખ વાહનો માર્કેટમાંથી પરત ખેંચ્યા હતા. ઉપરાંત ગત સપ્તાહમાં પણ અમેરિકામાંથી 30 હજારથી વધુ વાહનો પરત ખેંચવા પડ્યા હતા.  આ સમાચારોને કારણે કંપનીના શેરના મૂલ્યમાં 3 ટકાનો ઘટાડો થયો હતો અને શેરની કિંમત બે વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચી હતી.


ટેસ્લાએ માત્ર 17 મહિનામાં અડધી બજાર મૂડી ગુમાવી દીધી છે. કંપની વર્ષ 2022 દરમિયાન આખુ વર્ષ સંઘર્ષ કરતી રહી છે. મસ્ક પાસે ટેસ્લાના 15 ટકા શેર છે. આ સિવાય ટ્વિટરમાં એલોન મસ્કની 79 ટકા ભાગીદારી છે. આવી સ્થિતિમાં આ બંને કંપનીઓના શેરમાં ઘટાડાને કારણે મસ્કની સંપત્તિમાં પણ ઝડપથી ઘટાડો થયો છે.