પાકિસ્તાની અને બાંગ્લાદેશી મુસ્લિમોને પણ હાંકી કાઢો

January 25, 2020

મુંબઇ :કોંગ્રેસ અને એનસીપીના ટેકાથી મહારાષ્ટ્રમાં સરકાર રચનારી શિવસેનાએે પોતાનું અસલ સ્વરૂપ દેખાડતાં જણાવ્યું હતું કે પાકિસ્તાન અને બાંગ્લા દેશમાંથી આવેલા મુસ્લિમોને તગેડી કાઢો.

પક્ષના મુખપત્ર સામનામાં લખેલા અગ્રલેખમાં આ માગણી કરવામાં આવી હતી.

અગ્રલેખમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરેની પણ મજાક ઊડાવવામાં આવી હતી. લખ્યું હતું કે પાકિસ્તાની અને બાંગ્લા દેશી મુસ્લિમોને હાંકી કાઢવા માટે કોઇ પક્ષને પોતાનો ધ્વજ બદલવાની ફરજ પડે એ કેવું કહેવાય.

રાજ ઠાકરેનું નામ લીધા વિના અગ્રલેખમાં જણાવ્યું હતું કે મરાઠા પ્રજાના સંવર્ધન મુદ્દે 14 વર્ષ પહેલાં સ્થપાયેલા એક પક્ષે હવે હિન્દુત્વવાદ ઓઢવાનો નિર્ણય કર્યો હતો.

રાજ ઠાકરે રવિવારે શિવસેનાના સ્થાપક પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના જન્મદિને રાજ ઠાકરે ભાજપ સાથે હાથ મિલાવવાનો છે એવા શુક્રવારે પ્રગટ થયેલા અહેવાલોના સંદર્ભમાં આ કટાક્ષ કરવામાં આવ્યો હતો.