અમરસિંહે ભૂતકાળની ટિપ્પણીઓ બદલ બચ્ચન પરિવારની માંગી માંફી

February 18, 2020

મુંબઇ : એક સમયના સમાજવાદી પાર્ટીના કદાવર નેતા અમર સિંહ હાલમાં સ્વાસ્થ્યની સમસ્યા વચ્ચે ઘેરાયેલા છે.

અમર સિંહે પોતાના પિતાની પુણ્યતિથિ નિમિત્તે ટ્વિટર પર એક ટ્વિટ કર્યુ હતુ. જેમાં તેમણે બોલીવૂડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના પરિવારની પણ માફી માંગી છે.

અમરસિંહે લખ્યુ છે કે, આજે મારા પિતાની પુણ્યતિથિ છે અને મને  અમિતાભ બચ્ચનજીનો એક મેસેજ મળ્યો છે. આજે હુ જીવન અને મોત વચ્ચે લડી રહ્યો છુ ત્યારે હું અમિતજી અને તેમના પરિવારની ભૂતકાળમાં મેં કરેલી ટિપ્પણીઓ અંગે માફી માંગવા માંગુ છું. ઈશ્વરનો આશીર્વાદ તેમના પર સતત રહે.