અંબાણીની રિટર્ન ગિફ્ટઃ શાહરૂખ, સલમાન સહિતના 25 મિત્રને બે કરોડની 18 કેરેટ સોનાની રિસ્ટ વૉચ

July 14, 2024

દિલ્હીઃ બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈના રોજ લાંબા સમયથી ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન ગ્રંથિમાં જોડાઈ ગયા છે. જો કે ભારતના આ મોંઘેરા લગ્ન સોશિયલ મીડિયા તેમજ લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. તેવામાં હવે અનંત અંબાણીએ તેમના મિત્રોને આપેલી રિટર્ન ગિફ્ટને લઈને એક લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે, જેના વિશે જાણીને તમે ચોંકી જશો. અનંતે પોતાના નજીકના મિત્રોને એક ખાસ ભેટ આપી છે, જેની કિંમત કરોડોમાં છે.


અંબાણી પરિવારના આ ભવ્ય લગ્ન સમારોહમાં દેશ અને દુનિયાની મોટી હસ્તીઓ હાજર રહી હતી. અનંત અંબાણીના લગ્રમાં બોલિવૂડ સ્ટાર્સથી લઈને ક્રિકેટર તેમજ અનેક જાણીતી હસ્તીઓએ ખૂબ મસ્તી કરી હતી. તો અનંત અંબાણીએ પણ તેમના 25 VIP મહેમાનોને રિટર્ન ગિફ્ટમાં રૂ. દોઢથી બે કરોડની 18 કેરેટ સોનાની રિસ્ટ વૉચ આપી છે, જે અંબાણી પરિવારે Audemars Piguet કંપની પાસે આ ઘડિયાળો ડિઝાઈન કરાવી હતી. આ દરેક ઘડિયાળની કિંમત રૂ. દોઢથી બે કરોડની વચ્ચે છે, જે 18 કેરેટ સોનાથી ડિઝાઈન કરાઈ છે.
અનંત અંબાણીના લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં VIP મહેમાનો મોંઘી Audemars Piguet રિસ્ટ વૉચ બતાવતા જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી એટલે કે વરરાજા તરફથી શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ, વીર પહાડિયા, મીઝાન જાફરી, શિખર પહાડિયા સહિત 25 નજીકના મિત્રોનો સામેલ થયા હતા, જેમને અનંત અંબાણીએ આ લક્ઝરી રિસ્ટ વૉચ ભેટમાં આપી છે.