અમેરિકામાં વાઈરસની ચોથી લહેરના દસ્તકનો ખતરો વધી રહ્યો છે

July 25, 2021

વોશિંગ્ટન : અમેરિકામાં કોરોના વાઈરસની ભયાવહ ચોથી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. નિષ્ણાતોએ ખતરાનો સામનો કરવા બચાવના ઉપાયો કરવાની સલાહ આપી છે. જુલાઈના પહેલા સપ્તાહ અને ત્રીજા સપ્તાહ વચ્ચે સંક્રમિતોની સંખ્યા અઢી ગણી વધી ચૂકી છે.

આ સ્થિતિ પહેલી આવી ચૂકેલી લહેરથી વધુ ઘાતક જણાય છે. નિષ્ણાતો પહેલાની તુલનાએ વધારે બદતર સ્થિતિની આશંકા વ્યક્ત કરે છે. દેશમાં સંપૂર્ણપણે વેક્સિનેટેડ લોકોની સંખ્યા 50 ટકાની નજીક પહોંચી ગઈ છે પણ રાજ્યો વચ્ચે વેક્સિનેશનમાં અંતરથી સમસ્યા વધી શકે છે.

અમેરિકામાં અત્યાર સુધી વાઈરસની અસર લગભગ એકસમાન નથી રહી. જ્યારે અમુક શહેરી વિસ્તારોથી ઉપનગરો અને ગ્રામીણ ક્ષેત્રોમાં ફેલાયો. પછી વાપસી પણ કરી. અમુક રાજ્યોમાં એ વિસ્તારોમાં નવા કેસનો દર વધ્યો છે જ્યાં મોટાભાગના વયસ્કોએ વેક્સિન નથી લીધી. બે રાજ્યોની સ્થિતિથી વેક્સિનેશનનું અંતર સ્પષ્ટ થાય છે.

વરમોન્ટના 70 ટકાની તુલનાએ અલબામામાં ફક્ત 33.7 ટકા લોકોએ વેક્સિન લીધી છે. જોન્સ હોપકિન્સ ટેસ્ટિંગ ઈનસાઈટના પ્રમુખ મહામારી વિદ જેનિફર નિજો કહે છે કે રાજ્યવાર કેસ સંપૂર્ણ સ્થિતિ રજૂ નથી કરતા. ટેક્સાસ એએન્ડએમ યુનિવર્સિટીમાં સ્વાસ્થ્ય નીતિના એસોસિએટ પ્રોફેસર મરે કોટેનું કહેવું છે કે મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ છૂટી રહ્યાં છે. મહામારીના પહેલા દોરમાં ટેસ્ટિંગની જેવી સુવિધા હતી તે હવે નથી.