અમેરિકન પ્રમુખપદના ઉમેદવાર બિડેને પ્રચાર માટે 28 કરોડ ડોલર ફાળવ્યા

August 06, 2020

વોશિંગ્ટન :અમેરિકાના પ્રમુખપદના ડેમોક્રટિક ઉમેદવાર જો બિડેને પાનખર ઋતુ સુધી ટીવી અને ડિજીટલ પ્રચાર માટે ૨૮ કરોડ ડોલર અનામત રાખ્યા હતા જે વર્તમાન પ્રમુખ ટ્રમ્પે અનામત કરેલી પ્રચારની રકમ કરતાં લગભગ બમણી છે.બુધવારે બિડેનના પ્રચાર વિભાગે ટીવી ચેનલો માટે ૨૨ અને ડિજીટલ પ્લેટફોર્મ માટે છ કરોડ ડોલર અનામત રાખ્યા હોવાની જાહેરાત કરી હતી. જ્યારે ટ્રમ્પની છાવણીએ૧૪.૭ કરોડ રૂપિયા પ્રચાર માટે ફાળવ્યા હતા.

બંને પક્ષો ગમે ત્યાર આ રકમમાં વધારો કે ઘટાડો કરી શકે છે.ડેમોક્રટિક ઉમેદવાર બિડેને પંદર રાજ્યોમાં એરટાઇમ બુક કર્યો હતો જેમાં પરંપરાગત સ્વીંગ કરતા અનેક રાજ્યોનો પણ સમાવેશ થતો હતો.આ રાજ્યોમાં ઓહાયા અને આઇઓવા જેવા પરંપરાગત ડેમોક્રેટ્સ રાજ્યોનો સમાવેશ થતો હતો જે તાજેતરમાં ડેમોક્રટ્સ પાસેથી ખસી ગયા હતા.તેમના પ્રચારમાં કહેવામાં આવ્યું હતું કે અનામત રાખેલી રકમમાં નોંધપાત્ર હિસ્સો એક મિનિટ સુધી ચાલનાર એડ માટે હશે.

આ તમામ એ પ્રયાસો છે જેને બિડેનના સહાયકો નવેમ્બર સુધી બિડેનને દોરી જનાર ઇલેકટ્રોલ કોલેજનો ભાગ છે. પ્રચારના સૂત્રધારોએ કહ્યું હતું કે  તેઓ કોરોનાવાઇરસને નાથવામાં ટ્રમ્પની નિષ્ફળતા પર જ વધારે ભાર આપશે અને આવી કટોકટીમાં માત્ર બિડેન જ એક શ્રેષ્ઠ સંદેશવાહક બની શકે છે, એવું લોકોને સમજાવશે.'અમને લાગે છે કે લોકોએ બિડેનને પણ જોવો જોઇએ અને તેમને સાંભળવા જોઇએ.આ મુદ્દો નેતૃત્વનો અને સ્થિર સરકારનો છે જે માત્ર બિડેન આપી શકે છે'.

પ્રચારના સહાયકો કહે છે કે આગામી સપ્તાહે જેની જાહેરાત કરાશે તે બિડેનના ઉપ-પ્રમુખની પદંસગી પ્રચારમાં તેમજ વિજ્ઞાાપનોમાં એક 'તંદુરસ્ત હાજરી'હશે.