અમેરિકાના પ્રથમ મહિલા જિલ બાઇડેને ઝેલેન્સ્કીના પત્ની સાથે સ્કૂલની લીધી મુલાકાત

May 08, 2022

કીવઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનના પત્ની અને પ્રથમ મહિલા જિલ બાઇડેન રવિવારે અચાનક યુદ્ધગ્રસ્ત યુક્રેનની યાત્રા પર પહોંચ્યા હતા. આ યાત્રાની પહેલાં કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નહોતી. કીવની યાત્રા દરમિયાન જિલ બાઇડેને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના પત્ની ઓલેના ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી છે. રશિયાના યુક્રેન પર હુમલા વચ્ચે જો બાઇડેનના પત્નીનો યુક્રેન પ્રવાસ મહત્વપૂર્ણ મામવામાં આવી રહ્યો છે. 24 ફેબ્રુઆરીએ રશિયાનો હુમલો શરૂ થયા બાદ અમેરિકા સહિત નાટો દેશોના ઘણા નેતા યુક્રેનનો પ્રવાસ કરી ચુક્યા છે. પરંતુ બાઇડેન યુદ્ધગ્રસ્ત યુક્રેનનો પ્રવાસ કરવાથી દૂર રહ્યાં છે. 


પ્રાપ્ત વિગત અનુસાર જિલ બાઇડેનની યુક્રેન યાત્રાને ગુપ્ત રાખવામાં આવી હતી. તેમણે ઓલેના ઝેલેન્સ્કીને જણાવ્યું કે હું મધર્સ ડે પર યુક્રેન આવવા ઈચ્છતી હતી. મેં વિચાર્યુ કે યુક્રેની લોકોને તે દેખાડવું મહત્વપૂર્ણ હતું કે આ યુદ્ધને રોકવુ છે, આ યુદ્ધ વિનાશકારી છે અને અમેરિકાના લોકો યુક્રેનની સાથે ઉભા છે. તેમણે ઓલેના ઝેલેન્સ્કી સાથે યુક્રેનના સરહદી શહેર ઉજ્હોરોડની યાત્રા કરી હતી. આ શહેર સ્લોવાકિયાની સરહદ નજીક છે. 


પોતાની યાત્રા દરમિયાન અમેરિકાના પ્રથમ મહિલા અને ઓલેના ઝેલેન્સ્કી એક સ્કૂલનો પ્રવાસ કરવા પહોંચ્યા ગતા. તેમણે એક ક્લાસમાં બેંચ પર આમને-સામને બેસી વાત કરી હતી.