ગુજરાતમાં યોજાનારા 2036 ઓલિમ્પિક્સની તૈયારીઓની અમિત શાહે સમીક્ષા કરી

January 15, 2023

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે ઓલિમ્પિકસ-ર૦૩૬ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આકાર લેનારા સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવમાં આંતરરાષ્ટ્રીય સ્તરની માળખાકીય સુવિધાઓ વિકસાવવા માર્ગદર્શન આપ્યું હતું. આ સ્પોર્ટ્સ એન્કલેવમાં સમયબદ્ધ રીતે જરૂરી માળખાકીય સુવિધાઓ ઉભી કરવાનું કાર્ય આયોજન હાથ ધરવામાં આવે તેવા દિશા નિર્દેશ પણ  કેન્દ્રીય ગૃહ મંત્રીએ આપ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગુજરાતમાં ઓલીમ્પીકસ ર૦૩૬ની રમતો માટેના જે સ્થળો આઇડેન્ટીફાય રાજ્ય સરકારે કરેલા છે ત્યાં પણ જરૂરી સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર, ખેલાડીઓ-કોચ વગેરેની આવાસ સુવિધાઓ સહિતની વ્યવસ્થાઓ ઓલીમ્પીકસના ધારા-ધોરણો અનુસાર ઊભી થાય તે માટે આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ.


તેમણે આ બેઠક અગાઉની યોજાયેલી પ્રથમ બેઠકમાં થયેલા સુચનો અંગ જે કામગીરી આગળ વધી રહીછે તેની પણ સમીક્ષા કરી હતી. અમિતભાઇ શાહે રાજ્ય સરકાર દ્વારા જે કાર્ય આયોજનો થાય તેની સમીક્ષા સમયાંતરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત-ગમત મંત્રી  હર્ષ સંઘવી કરે તેવું સૂચન પણ કર્યુ હતું.