અમિત શાહ સોમનાથ દાદાના શરણે, કરોડો શ્રદ્ધાળુઓ માટે લોન્ચ કરી સોમનાથ યાત્રા એપ'

March 19, 2023

સોમનાથ: દેશના ગૃહ અને સહકરીતા પ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ આજે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. સોમનાથ ખાતે ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી.પરમાર, સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના અમિત શાહે દર્શન કર્યા હતા સાથે સોમનાથ મહાદેવનો જલાભિષેક કર્યો હતો. તેમની સાથે તેમના ધર્મપત્ની તેમજ પૌત્રી દર્શન અને પૂજામાં જોડાયા હતા. 


તેઓ દ્વારા ભક્તિભાવ સાથે સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા, સોમેશ્વર પૂજા અને ટ્રસ્ટ દ્વારા નવી શરૂ કરાયેલ પાઘ પૂજાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. પૂજા સમાપન બાદ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પૂજા કરાયેલ પાઘ સોમનાથ મહાદેવના શૃંગાર અર્થે અર્પણ કરવામાં આવી હતી અને તે પાઘ સોમનાથ જ્યોતિર્લિંગ પર શ્રુંગારીત કરવામાં આવી હતી.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને સોમનાથ ટ્રસ્ટ ઇન્ફોર્મેશન ટેકનોલજી(IT)ના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે ટ્રસ્ટ દ્વારા નવીનીકરણ કરાયેલ આધુનિક મોબાઈલ એપનું અમિત શાહના શુભ હસ્તે લોંચિંગ કરવામાં આવ્યું હતું. આ એપ સોમનાથ આવનાર શ્રદ્ધાળુઓ માટે વન સ્ટોપ સોલ્યુશન બનીને દર્શન, રૂમ બુકિંગ, દર્શનીય સ્થળોની માહિતી, ઓનલાઇન પ્રસાદ અથવા વસ્ત્ર પ્રસાદ ઓર્ડર, સહિતના અનેકવિધ કાર્ય એક ટચથી સોમનાથ યાત્રા એપ્લિકેશન દ્વારા થઈ શકશે.

-સોમનાથ યાત્રા એપની સુવિધાઓ

- તીર્થના મુખ્ય મંદિરોના જીવંત દર્શન (સોમનાથ, ભાલકા, રામમંદિર),
- ઓનલાઇન પુજાવિધિ નોંધણી,
- અકોમોડેશન
- નજીકની માહિતી, દર્શનીય સ્થળની
- સોમનાથ પહોંચના માધ્યમની માહિતી, (ટ્રેન, બસ, નજીકના એરપોર્ટની માહિતી)
- સોમનાથના રિસેન્ટ અપડેટ અને ભવિષ્યમાં બનવાવાલે કાર્યક્રમની માહિતી.
- ફોટો ગેલેરી (સોમનાથ તીર્થના દર્શનીય સ્થળ, સુવિધાઓ, અને કાર્યક્રમો ના ફોટોઝ)
- ઈ-લાઈબ્રેરી (સોમનાથ તીર્થને લગતા પુસ્તકો, ટ્રસ્ટના મેગેઝીન સોમનાથ વર્તમાન ની ઇ-કોપી)
- ઈ -માલા ( મોબાઈલ પર રૂદ્રાક્ષની આકૃતિ દ્વારા માળા કરવાની વ્યવસ્થા )
- સોશ્યલ એકટીવિટી (લોક કલ્યાણ માટે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા કાર્યોની વિગતો)
- સોમનાથ તીર્થના વિકાસમાં પ્રયત્નશીલ ટ્રસ્ટી ગણના વિષયમાં માહિતી
- ફીડબેક (યાત્રીઓને  પોતાનો અનુભવ જણાવવા માટે)