અમિત શાહ ઉત્તરાયણ મનાવવા અ’વાદ આવશે
January 13, 2021

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ ની ઉજવણી માટે આજે અમદાવાદ આવી શકે છે. બુધવારે મોડી સાંજે અમિત શાહ અમદાવાદ આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણ પોતાના પરિવાર સાથે ઉજવતા હોય છે ત્યારે આ વખતે પણ તેઓ અમદાવાદ આવી શકે છે. કોરોનાના કારણે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે અને માત્ર પરિવારના જ સભ્યો ધાબા પર પતંગ ઉડાડી શકશે તેવા નિયમો જાહેર કર્યાં છે જેના પગલે અમિત શાહ પણ આ વખતે પરિવાર સાથે જ પતંગ ઉડાડવાની મજા માણશે.
દર વર્ષે અમિત શાહ ભાજપના કાર્યકરો સાથે પતંગ ઉડાડવાનો આનંદ માણે છે પણ આ વખતે કોરોનાના સંક્રમણને પગલે ઉતરાયણના દિવસે તેઓએ કોઇ જાહેર કાર્યક્રમમાં જશે નહીં, એટલું જ નહીં, ભાજપના કાર્યકરો સાથે ધાબા પર જઇને પતંગ પણ ઉડાડશે નહીં, તેઓ માત્ર પરિવાર સાથે જ ઉતરાયણનો આનંદ માણશે.
હાલ જાણવા મળી રહ્યું છે કે, અમિત શાહ અમદાવાદમાં ગોતા વિસ્તારમાં વંદેમાતરમ ફ્લેટમાં ઉત્તરાયણની ઉજવણી કરશે. અમિત શાહ તેમના સંસદીય ક્ષેત્રમાં ઉતરાયણના પર્વની ઉજવણી કરશે. તો ગત વર્ષે પણ અમિતશાહે અમદાવાદમાં જ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આનંદનગર રોડ પર આવેલા કનકકલા એપાર્ટમેન્ટ, વાડજ, અને સરખેજ સહિત ચાર જગ્યાએ ઉતરાયણની ઉજવણી કરી હતી..
અત્રે ઉલ્લેખનીય છે કે, સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સાથે પણ અમિત શાહની મુલાકાત થાય તેવી પણ શક્યતાઓ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે અમિત શાહની ગુજરાત મુલાકાત મહત્વની બની રહેશે.
Related Articles
શું 31 જાન્યુઆરી બાદથી હટાવાશે રાત્રિ કર્ફ્યૂ? નીતિન પટેલે આપ્યું મહત્વનું નિવેદન
શું 31 જાન્યુઆરી બાદથી હટાવાશે રાત્રિ કર...
Jan 26, 2021
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સામે આવ્યા કૉંગ્રેસના આંતરિક ડખા, બોટાદમાં પડ્યો જોરદાર ફટકો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સામે આવ્યા...
Jan 26, 2021
જૂનાગઢ-ગિરનાર જનારા પ્રવાસીઓની મજા બમણી થઈ જશે, સરકારે આપી મોટી ભેટ
જૂનાગઢ-ગિરનાર જનારા પ્રવાસીઓની મજા બમણી...
Jan 26, 2021
ખોડલધામમાં ગુજરાતનો સૌથી લાંબો 1551 ફૂટ અને 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
ખોડલધામમાં ગુજરાતનો સૌથી લાંબો 1551 ફૂટ...
Jan 26, 2021
5 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર મળશે, નરેશ-મહેશની બેલડી પદ્મ શ્રીથી સન્માનિત
5 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર મળશે, નરેશ-મહ...
Jan 25, 2021
સુરત ભાજપના માજી કોર્પોરેટર ભાન ભુલ્યા, PM રૂમની અંદર જઈ તબીબને માર માર્યો
સુરત ભાજપના માજી કોર્પોરેટર ભાન ભુલ્યા,...
Jan 25, 2021
Trending NEWS

26 January, 2021

26 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021