મ્યાનમારમાં વિરોધ કરી રહેલા છ પ્રદર્શનકારીઓની સેનાએ ગોળી મારી હત્યા કરી

March 03, 2021

યંગૂનઃ મ્યાનમારના સુરક્ષા દળોએ બુધવારે છ લોકોની ગોળી મારી હત્યા કરી દીધી છે. સોશિયલ મીડિયા અને સ્થાનીક રિપોર્ટો અનુસાર આ જાણકારી મળી છે. અદિકારીઓએ પાછલા મહિને તખ્તાપલટ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પર પોતાની ઘાતક કાર્યવાહીનો વિસ્તાર કર્યો છે. 


કેન્દ્રીય શહેર મોનીવામાં બુધવારે સૈન્ત તખ્તાપલટનો વિરોધ કરવા આવેલી ભીડને હટાવવામાં આવી હતી. આ દરમિયાન ત્રણ લોકોને ગોળી મારવામાં આવી, જેમાં એકને માથા પર ગોળી મારવામાં આવી. એક સ્વતંત્ર ટેલીવિઝન અને ઓનલાઇન સમાચાર સેવા ડેમોક્રેટિક વોયસ ઓફ બર્માએ રિપોર્ટ કર્યો. સોશિયલ મીડિયા પર રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ત્યાં બે લોકોના મોત થયા. મ્યાંગયાનમાં ઘણા સોશિયલ મીડિયા પોસ્ટે એક 14 વર્ષીય છોકરાના ફાયરિંગમાં મોત થવાની સૂચના આપી છે. 

1 ફેબ્રુઆરીએ સેના દ્વારા સત્તા પર કબજો કરવા અને નેતા આંગ સાન સૂ કીની ચૂંટાયેલી સરકારને હટાવ્યા બાદ પ્રદર્શનકારીઓએ દેશભરના શહેરોના રસ્તાઓ પર નિયમિત રૂપે પ્રદર્શન કરી રહ્યાં છે. સુરક્ષા દળો લોકોને હટાવવા માટે ટિયર ગેસ, રબરની ગોળીઓ અને ફાયરિંગ કરી રહ્યાં છે.  સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયએ કહ્યું કે, એવી આશંકા છે કે રવિવારે ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા. હિંસા વધ્યા બાદ મ્યાનમારના રાજકીટ સંકટના હલ માટે કૂટનીતિક પ્રયાસ પણ વધારી દેવામાં આવ્યા છે. સંરા સુરક્ષા પરિષદ શુક્રવારે મ્યાંનમારની સ્થિતિને લઈને બેઠક કરી શકે છે. પરિષદના રાજદ્વારીઓએ જણાવ્યું કે, આ બેઠક માટે બ્રિટનને વિનંતી કરવામાં આવી હતી.